વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ જતાં આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવશે

સુરત: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો આગામી સમયમાં એક પાળી ચલાવવા મજબૂર થશે. કામ ન હોવાથી કામદારો પોતાના વતન ફરી રહ્યા છે. તો બીજી તરફ, વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ રહ્યો છે. આ કારણે આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવી શકે તેમ છે.

આમ તો ઉદ્યોગકારો કંઈક ને કંઈક પરિસ્થિતિ સામે ઝઝૂમતા રહેતા હોય છે. ક્યારેક GST નો પ્રશ્ન હોઈ કે પછી કામદારોની હડતાળ હોય. હાલ સરકાર દ્વારા ઉદ્યોગકારો માટે નવો નિયન લાવી રહી છે. MSME કાયદા અંતર્ગત ૪૫ દિવસમાં બિલનું ચૂકવણું કરવાનું હોય છે. જેનો ટેક્સ તેઓએ અગાઉથી જ ભરી દેવાનો હોય છે. હાલ આ નિયમને લઈ ઉત્પાદકર્તા, વેપારીઓ તેમજ રીટેલરો દુવિધામાં મુકાયા છે. આ કારણે જે નિયમ છે, તેમાં ઘણી વિસંગતતા ઉભી થઇ રહી છે. માર્કેટમાં પ્રોડક્ટનું ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધીના વેચાણમાં જે રકમ ચુકવણું કરવાનું હોય તે સમય દરમ્યાન આપતી ક્રેડિટ અંગે દુવિધા ઉભી થઈ છે.

આ વિશે નવાપુરા જીઆઈડીસીના ઉદ્યોગકાર નંદલાલ સોજીત્રાએ જણાવ્યું કે, હાલ આ નિયમને ઉદ્યોગોમાં ઘણી જગ્યાએ બંધ થાય છે. તો ઘણી જગ્યાએ જે ફેક્ટરીઓ બે પાળીમાં ચાલતી હતી, તે હવે એક પાળીમાં ચાલી રહી છે. ખાસ ઉદ્યોગકારો માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો માલના ઉત્પાદન અને તેના વેચાણ માટે આશીર્વાદ સમાન હોય છે. લગ્ન સીઝન અને તહેવારોને લઈ માલની માંગ આ મહિના દરમ્યાન વધુ હોય છે. જેના થકી તેઓ આગામી ૬ મહિનાનું સુધીનું પ્રોફિટ તેઓ કરી લેતા હોય છે. પરંતુ હાલ આ નિયમને લઈ અત્યારથી જ માલનું ઉત્પાદન ઘટી ચૂક્યું છે. જેથી માલનો ભરાવો થઈ રહ્યો છે.

ઉદ્યોગકારો પર થતી અસર સીધી રોડ સુધી દેખાઈ છે. જે ઉદ્યોગો દિવાસ રાત ધમધમતા હતા. તે ઉદ્યોગો બંધ થવાના આરે છે. છેલ્લા ઘણા વર્ષોથી વિવર્સ મશીન હંકારતા કામદારો ઓપરેટરો ફેક્ટરીઓ બંધ અથવા તો એક પાળી કરી દેવાતા પોતાના વતન જઇ રહ્યા છે. જેને લઈ કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવે. ધંધા રોજગાર ચાલતા રહે લોકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે નિરાકરણ લાવવું જોઈએ. હાલ ઘણા ઉદ્યોગકારો MSMEના નિયમને ફાયદાકારક પણ ગણાવી રહ્યા છે. નિયમમાં આવતી વિસંગતતા દૂર કરી સરકાર સ્પષ્ટતા કરે તેવું પણ જણાવી રહ્યા છે. લગ્ન સિઝન અને તહેવાર ટાંણે તો MSME કાયદાના કારણે હાલ ધંધા રોજગાર પર માઠી અસર થઈ હોવાનું દેખાઈ રહ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news