વલસાડની હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર NOC ન હોવાથી પાલિકા એક્શનમાં, ૩ બેંકને સીલ લાગ્યા

વલસાડ નગરપાલિકા એ ૩ બેંકોમાં શીલ મારવાની કામગીરીને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના લઇને બેંક સંબંધિતો સહિત કેટલાક લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. નામદાર હાઇકોર્ટે તરફ થી ગુજરાત સરકાર ને મળેલી સૂચના મુજબ, ફાયર NOC નહિ લેનાર મિલ્કતો ને ટાંચ માં લેવાની કામગરી જોરશોર થી ચાલી રહી છે. જેને પગલે વલસાડ શહેર ના મોટા બજાર સ્થિત આવેલી ફેડરલ બેંક, પંજાબ નેશનલ બેંક તેમજ તિથલ રોડ સ્થિત મહાલક્ષ્મી ટાવર માં આવેલી બેંક ઓફ બરોડા પાસે ફાયર સેફ્ટી ની NOC નહિ હોવાને લઇને પાલિકા એ ગતરોજ આ ત્રણે બેંકો ને શીલ માર્યું હતું.

આ સિવાય સહેર માં અન્ય મિલ્કતો ની પણ પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. જેમાં હોસ્પિટલો, સ્કૂલો, સહિત અન્ય બેંકો અને નવી બની રહેલી ઇમારતો નું પણ સર્વે હાથ ધરવામાં આવનાર છે. વલસાડ નગર પાલિકા ની આ કામગરી ને પગલે જે મિલકત ધરો એ ફાયર સેફ્ટી ની NOC નથી મેળવી તેઓ માં ભારે ફફડાટ ફેલાયો છે. અને આવનાર દિવસોમાં તે મિલ્કતોને પણ શીલ મારવાની કામગીરી કરવા માટે પાલિકા એ જણાવ્યું છે.