વડોદરા બ્રેકિંગઃ મકરપુરા જીઆઈડીસીમાં આવેલી બંઘ કંપનીમાં લાગી આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

વડાદરાની મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક બંધ કંપનીમાં આગની ઘટના બનવા પામી છે. 868 હિમાલય કંપનીની બાજુમાં આવેલી બંધ પડેલી કંપનીમાં આગ લાગવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જોકે આગના કારણે કંપનીના સ્ટોરેજમાં રહેલો સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. સતર્કતાના ભાગ રૂપે જે કંપનીમાં આગ લાગી હતી તેની આસપાસમાં આવેલી ફેક્ટરીના સ્ટાફને પણ કંપની બહાર નીકાળી દેવામાં આવ્યા હતા. જોકે આગ કેવી રીતે લાગી તે વિશેના કારણને જાણી શકાયું નથી.