૧૫ થી ૧૮ વર્ષના તરૂણોનુ રસીકરણ પૂરજોશમાં

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. દેશમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર મોટી સંખ્યામાં લોકોકોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૭ જાન્યુઆરીના રોજ સવારે ૭ વાગ્યા સુધીના ડેટાના આધારે રસીકરણનો દૈનિક રિપોર્ટ જાહેર કર્યો છે. જે અંતર્ગત છેલ્લા દિવસે દેશમાં ૨૨,૩૫,૨૬૭ લોકોને કોરોનાની રસી લીધી છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ તેમજ બીજો ડોઝ સામેલ છે.

કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૧થી કોરોના રસીકરણ શરૂ કર્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના ૧૬૩.૮૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ, બીજો ડોઝનો સમાવેશ થાય છે.ત્યારે હાલ વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશમાં રસીકરણને વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારે ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના કિશોરો માટે રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું હતુ. જેમાં કિશોરોનો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ દિવસમાં ૪ કરોડ ૩૬ લાખ ૨૭ હજાર (૪,૩૭,૨૭,૭૭૧) થી વધુ કિશોરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. કોરોના સામેની લડાઈને વધુ તેજ બનાવવા માટે કેન્દ્ર સરકારે હાલ પ્રિકોશન ડોઝ આપવાનુ શરૂ કર્યુ છે . જે અંતર્ગત હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને આ ડોઝ આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખની છે કે, ૧૦ જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ૧૦ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધીમાં લગભગ ૯૭ લાખથી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ મેળવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ૨૯,૮૭,૯૯૩ આરોગ્ય કાર્યકરોને અને ૩૧,૦૨,૬૨૦ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૩૬,૧૨,૯૫૬ લોકોને આ ડોઝ આપવામાં આવ્યા છે.