હર ઘર દસ્તક ૨.૦ અંતર્ગત રાજયમાં ૯.૧૬ લાખ લોકોને રસી અપાઈ
કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની સુરક્ષા પ્રદાન કરતી રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વરસાદની પરિસ્થિતી વચ્ચે પણ રાજ્યના આરોગ્યકર્મીઓનું કોરોના સામે નાગરિકોને સુરક્ષા પ્રદાન કરાવવાનું સેવાકીય કાર્ય અવિરત ચાલી રહ્યું છે. જેના પરિણામે ૪૦ દિવસમાં રાજ્યના ૩૭.૫૬ લાખ ઘરોની મુલાકાત લઇને ૯.૧૬ લાખ ડોઝની સિદ્ધી હાંસલ કરાઈ છે. હર ઘર દસ્તકના પ્રથમ તબક્કાની જવલંત સફળતા બાદ વધુમાં વધુ લોકોને પ્રિકોશન ડોઝ સહિતના અન્ય તબક્કાના કોરોનાની રસીના ડોઝ લગાડવા માટે ૧ લી જુનથી ૩૧ મી જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં હર ઘર દસ્તક ૨.૦. કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સદસ્યતા અભિયાન માટે પાટિલ ખૂદ મેદાનમાં!ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સદસ્યતા અભિયાન માટે પાટિલ ખૂદ મેદાનમાં! આ હર ઘર દસ્તક ૨.૦. હેઠળ વૃદ્ધો અને ડીફ્ર્ન્ટલી એબલ્ડ લાભાર્થીઓને સેફ્ટી અને તેમની અનુકૂળતા ધ્યાને રાખીને નિયર ટુ હોમ સીવીસી. સ્ટ્રેટજી થકી પ્રાથમિકતાના ઘોરણે રસીકરણ કરવામાં આવે છે. આ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી અને કિશોરો માટે પણ ખાસ આયોજન હાથ ધરીને રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલ રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં રસીકરણની સઘન કામગીરી હાથ ધરીને ૧૨ થી વધુ વય જુથના લાભાર્થીઓ, બીજા ડોઝના લાભાર્થીઓ, ૧૨ થી ૧૭ ની વયના પ્રથમ ડોઝના લાભાર્થીઓ તેમજ હેલ્થ કેર વર્કર્સ, ફ્ર્ન્ટલાઇન વર્કર્સ અને ૬૦ થી વધુની વયના વયસ્કો માટે પ્રિકોશન ડોઝ સત્વરે ઉપલબ્ધ કરાવીને કોરોના સામેનું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. હર ઘર દસ્તક ૨.૦ અંતર્ગત ૧ લી જુન થી ૧૦મીં જુલાઇ સુધીમાં ૪૦ દિવસમાં ગામડાઓના ૪૯,૫૦૯ ઘરોમાં એક વખત જ્યારે ૩૬,૧૫૮ જેટલા ઘરોમાં બે વખત મુલાકાત કરવામાં આવી છે. જેમાં ૪૯૬૧ જેટલા ગામડાઓમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૩૪૭૨ ગામડાઓમાં રસીનો બીજો ડોઝ ૧૦૦ ટકા સંપન્ન કરાયો છે. ૪૦ દિવસમાં રાજ્યના આરોગ્યકર્મીઓ દ્વારા ૭૩ હજાર થી વધુને લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૩.૮૦ લાખ લોકોને રસીનો બીજો ડોઝ અને ૪.૬૨ લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના હાટ, બજાર, માર્કેટ, સ્કુલ, કૉલેજમાં હર ઘર દસ્તક ૨.૦. અંતર્ગત થયેલી રસીકરણની કામગીરી પર નઝર કરીએ તો ૧૨ થી ૧૮ ની વયજૂથના ૧૪,૨૨૭ જેટલા લાભાર્થીઓને આ પ્રકારની સ્થળો પર જઇને પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૮૪૪ લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ અને ૧.૧૦ લાખ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં હર ઘર દસ્તક નો પ્રથમ તબક્કો ૩ નવેમ્બર ૨૦૨૧ માં શરૂ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં ૧ કરોડ થી વધુ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.