ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી માટે નવા નિયમ

એએમસીના ફાયર વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ કેટલાક નવા નિયમો લાગુ કરવા માટે ખાનગી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે હોસ્પિટલોને જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નોટિસ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓની સમજણ ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.

અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી બાદ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને હોસ્પિટલો દ્વારા ફાયર સેફટી લઇ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા બે દિવસ પહેલા ફાયર એન.ઓ.સી મુદ્દે વધુ નવા નિયમો લાગુ કરતી એક નોટિસ હોસ્પિટલોને મોકલી આપી છે. જેમાં ખાસ કરીને તમામ હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ, આઈસીયુના બેડ, કવર, બેડશીટ, પડદા વગેરે ભરપૂર હોવા જોઈએ. દર મહિને ઇલેક્ટ્રિક પોઇન્ટ, એસી અને વેન્ટિલેટરને સર્વિસ કરાવવી. હોસ્પિટલોમાં જે કાચ લગાવવામાં આવેલા છે તે દૂર કરવા વગેરેરે જેવી બાબતો જણાવવામાં આવી છે.

આજે ખાનગી હોસ્પિટલના ડોક્ટર એસોસિએશન એએચએનએ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગે જે નોટિસ આપવામાં આવી છે. તેને લઈ અને હોસ્પિટલોમાં નવા નિયમો લાગુ કરવા માંગ કરવામાં આવી છે તેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ સામે બાંયો ચડાવશે. કેટલીક ટેકનીકલ બાબતો છે જે શક્ય નથી અને તેને લાગુ કરવા માટે ફાયર વિભાગ દ્વારા આ રીતે નોટિસ આપવામાં આવી છે. ડોક્ટર એસોસિયેશન સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર ફાયર બ્રિગેડ દ્વારા આ રીતે પોતાના મનમાન્યા નિયમો લાગુ કરવા આદેશ આપવામાં આવ્યા છે જેનો ડોકટરો દ્વારા સખત વિરોધ કરવામાં આવશે.ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન માટે નોટિસ ફટકારી હતી.

હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. આ મામલે અમદાવાદની ખાનગી હોસ્પિટલોના ડોક્ટર એસોસિએશન એએચએનએ દ્વારા નિયમો જે લાગુ કરવા માટે જણાવવામાં આવ્યું છે તે કોઈપણ પ્રકારે શક્ય નથી તે અંગે માહિતી આપશે.