સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત

જીનીવા:   સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ  ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં જર્મેટના રિફેલબર્ગ સેક્ટરમાં સ્થિત લક્ઝરી આલ્પાઇન રીટ્રીટના ઓફ-પિસ્ટ વિસ્તારમાં હિમપ્રપાત જોવા મળે છે. હિમસ્ખલનના પગલે તાત્કાલિક એક મોટી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું. પોલીસે પીડિતોની રાષ્ટ્રીયતા વિશે કોઈ માહિતી આપ્યા વિના મૃત્યુઆંકની પુષ્ટિ કરી. 
સ્વિસ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્નો એન્ડ એવલાન્ચ રિસર્ચ (SLF) એ મોટા હિમપ્રપાતની શક્યતા વ્યક્ત કરી છે.

સોમવારની ઘટના પહેલા, સ્વિટ્ઝર્લેન્ડમાં આ સિઝનમાં 12 હિમપ્રપાત અકસ્માતોમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા, SLF અનુસાર, જેમાંથી મોટાભાગના ક્રોસ-કંટ્રી સ્કીઅર્સ હતા.