વડોદરામાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ

વડોદરા શહેરના આજવા રોડ પર પંચમ પાર્ટી પ્લોટ પાસે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડયું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જાેવા મળ્યો હતો.

સ્થાનિકોએ કહ્યું હતુ કે એક બાજુ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પુરતા પ્રેસરથી પાણી આપવામાં આવતું નથી. જ્યારે બીજી તરફ પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા તંત્રની નિષ્ફળતા છતી થઇ છે.