વિસનગર શહેર સહિત ૫૬ ગામોની પીવાના પાણીની સમસ્યામાં રાહત મળી

મહેસાણા જિલ્લામાં ૧૭૯ કરોડના ખર્ચે વિસનગર અને વાલમ ગામે બે સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે. જે સાથે ઘર ઘર નલ સે જલના અભિગમને આગળ વધારતા ગુજરાત સરકાર દ્વારા વિસનગરથી જૂથ યોજના થકી નર્મદાના નીર ઘરે ઘરે પીવાના ઉપયોગમાં આવે તેવી સફળ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે પીવાના પાણીની પ્રાથમિક જરૂરિયાત સમગ્ર રાજ્યમાં પૂર્ણ કરી ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યા પણ સરકાર આયોજન બદ્ધ રીતે દૂર કરશે તેવું નિવેદન આપ્યું છે.મહેસાણા જિલ્લામાં વિસનગર એપીએમસી ખાતે પાણી પુરવઠા વિભાગ ગુજરાત દ્વારા વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અને બે સિવેઝ સ્ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધાનો રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો છે. હવે વિસનગર શહેર અને તાલુકાન ૫૬ ગામોમાં પીવાના પાણીની સમસ્યામાં રાહત મળશે.