વડાપ્રધાને અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું, ધુબરી-ફુલબાડી પુલની આધારશિલા રાખી અને માજુલી સેતુના નિર્ણાણ માટે ભૂમિપૂજન કર્યું. વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી કાર્યક્રમમાં સામે થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલ બટન દબાવીને આ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.

પ્રધાનમંત્રી મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે, બ્રહ્મપુત્રનો વિસ્તાર મિલનનું તીર્થ છે, આ નદી હંમેશા કનેક્ટિવિટીનો પર્યાય રહી છે. કેન્દ્ર  અને આસામની સરકારે બ્રહ્મપુત્રની આસપાસના વિસ્તારમાં ભૌગોલિક સાંસ્કૃતિક રીતે કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, અહીં કેટલીક સુવિધાઓને વાળા સેતુ બનાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટથી દેશના જવાનોને પણ સુવિધા મળશે. પીએમ મોદીએ કહ્યું કે, મજૂલીમાં પણ રોડનો ઝડપી વિકલ્પ મળશે, અહીં પુલ બની રહ્યો છે અને સાથે હેલિપોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સમગ્ર વિસ્તારમાં પોર્ટ ડેવલપમેન્ટને આગળ વધારવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ૨૦૧૬માં તમારા માટે એક મતે કેટલું કરી બતાવ્યું, તમારા મતની તાકાત આસામને ઉંચાઇઓ પર લઇ જશે. આઝાદી બાદ આસામના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન નથી આપવામાં આવ્યું. અવ્યવસ્થા અને અશાંતિની પાછળ બેદરકારી દાખવવામાં આવી, ઇતિહાસમાં જે ભૂલ થઇ તેને અટલ બિહારી વાજપેયીજીના સુધારી અને અમે આગળ વધારી રહ્યા છીએ.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આસામની આસપાસ દેશોની સાથે સંબંધોને કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે, જેથી બાંગ્લાદેશ સહિત આસપાસના દેશો સાથે સીધુ કનેક્શન થઇ શકે. પીએમ મોદીએ કહ્યું કે, રોપેક સેવા દ્વારા હવે ૪૫૦ કિલોમીટરની સફર ૧૨ કિલોમીટરમાં ફેરવાઇ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આસામમાં એક ડેટા સેન્ટર બની રહ્યું છે, જે પૂર્વોત્તરના તમામ રાજ્યોને ઇન્ટરનેટની સુવિધા આપવામાં મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વાર કેટલાક એવા કામ કરવામાં આવ્યા છે, જેનાથી લોકોને રાહત મળી છે અને જે લાંબા સમયથી અટક્યા હતા.