ભારતીય હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહીનું એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગના ડેટા અનુસારજો તમને જણાવીએ તો, દિલ્હી-NCRનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. જો કે રાત્રે ફૂંકાતા પવનથી લોકોએ રાહત અનુભવી છે. આગામી ૭૨ કલાકમાં દિલ્હીનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં દિવસ દરમિયાન તડકાનુ પ્રમાણ વધવાના કારણે આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચે જવાની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે કેટલાક પર્વતીય રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૮ ફેબ્રુઆરીએ પર્વતીય રાજ્યોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. જેના કારણે ૧૮ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ પછી, આ રાજ્યોમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બીજી તરફ આંદામાન અને નિકોબારમાં આગામી ૫ દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ૧૬-૨૦ ફેબ્રુઆરી વચ્ચે પાંચ દિવસ સુધી ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે. તાપમાનની વાત કરીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી ૨૪ કલાક દરમિયાન, ઉત્તર-પશ્ચિમ મેદાનો પર ૨૦-૩૦ કિમીથી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે. જેના કારણે દિલ્હીની હવાની ગુણવત્તા સુધરી શકે છે. તે જ સમયે, આગામી પાંચ દિવસ સુધી દેશના બાકીના ભાગોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.