એેએમસીના ફાયર વિભાગ દ્વારા નિર્દેશનો રાજયના ડોક્ટરોએ વિરોધ કર્યો

અકસ્માત ન થાય અથવા તાત્કાલિક ધોરણે મદદ મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશનો રાજયભરના ડોકટરોએ વિરોધ કર્યો છે. રાજ્યભરમાં ડોકટરોએ આ ર્નિણયના વિરોધમાં હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા જઈ રહ્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ હતી અને હોસ્પિટલ ખાલી જોવા મળી હતી.ડોક્ટરોની હડતાળને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના ડોક્ટરોની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. કોઈપણ દર્દીને હાલાકી ના પડે તે માટેની વ્યવસ્થા આ હોસ્પિટલોમાં કરવામાં આવી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી અંશ હોસ્પિટલ આજે એક પણ દર્દી જોવા મળ્યો ન હતો. ઓપીડી એકદમ ખાલી હતી અને ત્રણ અલગ-અલગ ઓપીડી હોસ્પિટલમાં આવેલી છે જે બંધ હતી. આજે ખાનગી હોસ્પિટલોએ હડતાલનું એલાન કર્યું છે. જેને લઇને દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા જ નહોતા. દરરોજના ૫૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં સવારથી આવી જતા હોય છે પરંતુ આજે દવાખાના ખાલી જોવા મળ્યા હતા. જ્યારે વિસત ગાંધીનગર હાઇવે ઉપર તપોવન સર્કલ નજીક આવેલી અર્ધ સરકારી એસએમએસ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા હતા. હોસ્પિટલની ઇમરજન્સી સેવા ચાલુ હતી અને ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. હડતાળના પગલે ગુજરાતના ૪૦૦૦૦થી વધુ ડોકટરો ઇમરજન્સી અને ઓપીડી સેવા બંધ રાખી હડતાળ કરવાના છે. હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે ૩૦૦૦૦થી વધુ અને અમદાવાદમાં ૩૦૦૦ જેટલા પ્લાન સર્જરી- ઓપરેશનો બંધ રહેશે. આ ઓપરેશન- સર્જરીને ડોકટરોએ પોસ્પોન્ડ કરવાનો ર્નિણય લીધો છે.