સીપીસીબીએ કોક,પેપ્સી અને બિસ્લેરીને ૭૨ કરોડનો દંડ ફટકાર્યો

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે કોક, પેપ્સી અને બિસ્લેરીને લગભગ ૭૨ કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ પ્લાસ્ટિક કચરાના ડિસ્પોઝલ અને કલેક્શનની માહિતી સરકારી બોડીને ન આપવાના કેસમાં લગાવવામાં આવ્યો છે. બિસ્લેરી પર ૧૦.૭૫ કરોડ રૂપિયા, પેપ્સિકો ઈન્ડિયા પર ૮.૭ કરોડ અને કોલા બેવરેજીસને ૫૦.૬૬ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બાબા રામદેવની પતંજલિને ૧ કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવાઈ છે. એક અન્ય કંપનીને ૮૫.૯ લાખ રૂપિયાની પેનલ્ટી લગાવાઈ છે. સીપીસીબીએ કહ્યું છે કે આ બધાએ ૧૫ દિવસની અંદર જ દંડની રકમ ભરવી પડશે. પ્લાસ્ટિક કચરાના મામલામાં એક્સિડેન્ટ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી એક પોલિસી છે, જેના આધારે પ્લાસ્ટિક નિર્માણ કરનારી કંપનીઓએ પ્રોડક્ટના ડિસ્પોઝલની જવાબદારી લેવાની હોય છે.

બિસ્લેરીનો પ્લાસ્ટિકનો કચરો લગભગ ૨૧ હજાર ૫૦૦ ટન રહ્યો છે. એની પર ૫ હજાર રૂપિયા પ્રતિ ટનના હિસાબથી દંડ ફટકારવામાં આવ્યો છે. પેપ્સીની પાસે ૧૧૧૯૪ ટન પ્લાસ્ટિકનો કચરો રહ્યો છે. કોકા કોલાની પાસે ૪૪૧૭ ટન પ્લાસ્ટિકનો કચરો હતો. આ કચરો જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાનનો હતો. ઇપીઆરનું લક્ષ્ય ૧ લાખ ૫ હજાર ૭૪૪ ટન કચરાનું હતું.