કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ ડ્યુટીને લઈ નવુ નોટિફિકેશન બહાર પાડ્યું

નવીદિલ્હીઃ સરકારે બોઈલ્ડ રાઈસ પરની નિકાસ ડ્યૂટી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવી છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે. સરકારે બોઈલ્ડ રાઈસની નિકાસ પર ૨૦ ટકા ડ્યુટી લાદી હતી. સરકારના આ પગલાનો હેતુ પર્યાપ્ત સ્થાનિક સ્ટોક જાળવવાનો અને સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવાનો હતો. અગાઉ નાણા મંત્રાલયે ૨૫ ઓગસ્ટે એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે નિકાસ ડ્યૂટી ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સુધી લાગુ રહેશે. જે બાદ ભારતમાં બોઈલ્ડ રાઈસનો વાર્ષિક વપરાશ માત્ર ૨૦ લાખ ટન છે અને તે જાહેર વિતરણ પ્રણાલી (PDS)નો ભાગ નથી. ગયા વર્ષે વધતી મોંઘવારી જે આ વર્ષે જુલાઈમાં વધીને ૭.૮ ટકા થઈ હતી, ભારતે ચોખાના છૂટક ભાવને નિયંત્રણમાં રાખવા માટે ઘણા પગલાં લીધાં છે.

સપ્ટેમ્બર ૨૦૨૨માં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી અને જુલાઈમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ બંધ કર્યા પછી, સરકારે ૨૫ ઓગસ્ટના રોજ પરબેલા ચોખા પર ૨૦ ટકા નિકાસ જકાત લાદી હતી, જે ૧૫ ઓક્ટોબર સુધી લાગુ હતી. Ministry of Consumer Affairsના ડેટા દર્શાવે છે કે ૫ ઓક્ટોબરના રોજ ભારતમાં ચોખાની સરેરાશ છૂટક કિંમત ગયા વર્ષની સરખામણીએ ૧૧ ટકા વધુ હતી. સરકારના નિયંત્રણ છતાં મોંઘવારી યથાવત છે.

બીજી તરફ, આ વર્ષે ડાંગરની વાવણી ઓછી રહી છે, ખૂબ જ નીચો આધાર હોવા છતાં વાર્ષિક ધોરણે માત્ર ૨ ટકાની સામાન્ય વૃદ્ધિ જાવા મળી છે. ગયા વર્ષે ડાંગરના વાવેતરમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થયો હતો. દરમિયાન, સપ્ટેમ્બરમાં ચોખાનો સ્ટોક ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. ત્યાં ૨૩૨ લાખ મેટ્રિક ટન સ્ટોરેજ છે, જ્યારે ગયા વર્ષે તે ૨૪૪ લાખ મેટ્રિક ટન હતું અને તેના આગલા વર્ષે તે ૨૬૮ લાખ મેટ્રિક ટન હતું.