જામનગરમાં ઉનાળાની શરુઆતઃ તાપમાન ૩૭.૪ ડિગ્રીએ પહોંચ્યું તાપમાન

જામનગરમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ત્યારે ૩૭.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યાં છે. અને શહેરમાં વાહનોની અને રાહદારીની પાંખી હાજરી જોવા મળી રહી છે. આજે લોકો આકાર તાપના ઉનાળાનો અનુભવ કરી રહ્યાં છે.

ઉનાળાની શરૂઆત થઈ ગઇ છે. ત્યારે રસ્તા પર કરફ્યુ હોય તેવી હાલત જોવા મળી રહી છે. અને શહેરના રસ્તા સૂમસામ જોવા મળી રહ્યાં છે. એમાય વળી બીજી તરફ સૂર્ય દેવતાનો આકરો તાપ પણ પડી રહ્યો છે અને લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જેથી કામ વગર બહાર નીકળવાનું લોકો ટાળે છે. જામનગરમાં સૂર્ય દેવતાનો આકરો તાપ શરૂ થઈ ગયો છે. જ્યારે તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું છે.

શહેરના રસ્તાઓ પર લોકોની પાંખી હાજરી જોવા મળી રહે છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો છાયડોનો સહારો લઈ રહ્યાં છે. જેમાં છેલ્લા ૨૪ કલાકથી તાપમાનમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. જેમાં આજે તાપમાન ૩૭.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૫ થી ૧૦ કિમીની રહેવા પામી છે.