ઉત્પાદન ઘટશે અને તેથી ઉર્જાની નવી કટોકટી ઉપરાંત કૃષિ ઉત્પાદન પર પણ અસર થશે

વિશ્વમાં હવે વિજળીનું એક અભૂતપૂર્વ સંકટ તોળાઈ રહ્યું છે જેમાં ભારત પણ બાકાત નહી રહે અને તેના પરિણામે કોરોના કાળમાંથી બહાર આવી રહેલા વિશ્વને ઉત્પાદન અને સપ્લાયમાં મોટો ફટકો પડે તેવી ધારણા છે અને મોંઘવારી ફુગાવો બન્ને વધશે. વિશ્વમાં પર્યાવરણ તથા સલામતીની ચિંતા કરવા જતા કોલસા આધારીત વિજ ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે તો જાપાનની દુર્ઘટનાના પગલે વિશ્વમાં હવે યુરોપના એક બાદ એક દેશો વૈકલ્પિક ચિંતા કર્યા વગર જ અણુ ઉર્જા મથકો બંધ કરવા લાગતા હતા વિજ ઉત્પાદન પણ બંધ થયું છે યુરોપના અનેક દેશો હવે ગેસ મેળવવા માટે એક બીજા સાથે સ્પર્ધા કરવા લાગતા વિશ્વમાં ગેસના ભાવમાં વધારો થયો છે અને ગેસની તંગીના કારણે પુરતું વિજ ઉત્પાદન નહી થતા વિશ્વના અનેક દેશોમાં હવે બ્લેક આઉટની શકયતા પણ છે તથા તેના પરિણામે ઉત્પાદનને મોટો ફટકો પડશે. લાખો ફેકટરીઓએ કામના કલાકો ઘટાડવા પડશે અથવા બંધ કરવા પડશે તે નિશ્ચિત છે.

વિશ્વમાં કુદરતી ગેસના સૌથી મોટા ઉત્પાદક તરીકે રશિયાનું સ્થાન છે. જે યુરોપને ગેસ પુરો પાડે છે તેણે પણ નોર્વે મારફત થતી સપ્લાય મર્યાદીત કરી છે અને તે સૌથી મોટી ચિંતા છે. કારણ કે શિયાળામાં સામાન રીતે પણ ગેસ આધારીત વિજ ઉત્પાદન ટર્બાઈનમાં ઉત્પાદન ઘટી જાય છે.

યુરોપમાં જૂના અણુ વિજ મથકો શટડાઉન કરવામાં આવી રહ્યા છે જેથી તેમાં પણ ઉત્પાદન ઘટશે અને તેથી ઉર્જાની નવી કટોકટી ઉપરાંત કૃષિ ઉત્પાદન પર પણ અસર થશે. એક રીપોર્ટ મુજબ આ વર્ષે ભાવ વધારવા અને ઉત્પાદન વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી અને તેથી કૃષિમાં વપરાતા ખાતર, રસાયણો મોંઘા બનશે અને કુલ અનાજ ઉત્પાદન ઘટશે અને ભાવ પણ મળશે અને તેની સીધી અસર મોંઘવારી પર પડશે. બીજી તરફ ચીનમાં પણ જે રીતે વિજ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને આ દેશમાં લાખો ફેકટરીઓને બંધ કરવાનો સમય આવ્યો છે અથવા તો ઉત્પાદન ઘટાડવું પડયું છે. ચીને નવી કોલસાની ખાણોમાં મુડીરોકાણ ઘટાડયું છે અને તેથી તેનું કુલ ઉત્પાદન ઘટતા હવે વિશ્વમાં કોલસાની ખરીદી કરવા બહાર આવ્યુ છે અને હવે તે વિશ્વમાં કોલસા ખરીદવા બહાર આવ્યું છે.