અમદાવાદમાં ૩૬મા નેશનલ ગેમ્સની તૈયારી AMC દ્વારા શરૂ કરી દેવામાં આવી

રાજ્યમાં યોજાનારા ૩૬મા નેશનલ ગેમ્સની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા સ્પોર્ટ્‌સ એસોસિએશન, સ્પોર્ટ્‌સ કલબ અને સ્પોર્ટ્‌સ એકેડમીના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. નેશનલ ગેમ્સ અમદાવાદના ૮ સ્થળોએ રમાવવાની છે ત્યારે આયોજનના ભાગરૂપે અમદાવાદના તમામ સ્પોર્ટ એસોસિએશન ક્લબ અને એકેડમીના ખેલાડીઓ તથા સભ્યો વોલેન્ટીયર તરીકે ફરજ બજાવે અને તેમાં મદદરૂપ થાય તેની ચર્ચા કરવામાં આવી હતી.

અંદાજે ૧,૦૦૦થી વધારે યુવા ખેલાડીઓ વોલેન્ટીયર તરીકે જોડાશે. નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી રમતોને નજરો નજર જોવાની તક આજની નવયુવા પેઢીને મળી રહી છે. જેથી આ ઇવેન્ટમાં મદદ કે સેવા ઉત્સુક એસોસિએશન, મંડળો ,ક્લબો કે વિવિધ રમત જુથોને યોગ્ય સહાય તથા સેવા આયોજનપૂર્વક પૂરીપાડવા આવા ઉત્સુક ૧૮ થી ૩૫ વર્ષની વયજુથના સભ્યોના નામ તથા મોબાઇલ નંબર સાથે અંબુભાઇ પૂરાણી સ્પોર્ટસ વિદ્યાલય,કાંકરીયા,મણીનગર ખાતે ઇમેઇલ વ્યાયામ  થી મોકલી શક્શે.

૩૬મી નેશનલ ગેમ્સના ઉદ્‌ઘાટન સમારંભમાં સામેલ થવા કુલ ૫૪ સંસ્થાઓના ૮૦ પ્રતિનિધિઓ સાથે ઓપનીગ સેરેમની પાર્ટીસિપેશન અંગે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી.

અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમા રમત જગત તથા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ દેશની વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓની હાજરીમાં યોજાવવાનો છે જેથી અમદાવાદના કસ્થાનિક લેવલના ખેલાડીઓ તથા રમત મંડળોના સભ્યોને વાહન તથા અનુકુળ રૂટ ગોઠવી શક્ય તેટલા પ્રમાણમાં મદદરૂપ થવા ખાત્રી આપી હતી. આ સાથે તમામ ઉપસ્થિત રમત જગતના હાજર અનુભવી સભ્યોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના વિવિધ સિટીને સ્પોર્ટસ સિટી તરીકે આગવી છાપ ઉભી કરવાના સામુહિક પ્રયત્ન થકી ઇચ્છીત પરિણામ મેળવવા માટે સુચનો આપવા પણ જણાવ્યુ હતું.