કલોલના ૩ ગામોમાં ૮ કલાક વીજ પુરવઠો બંધ રહેશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીની માંગ વધી જતી હોય છે. જેનાં કારણે ઘણીવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનાં પગલે યુજીવીસીએલ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સબ સ્ટેશનોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત વીજ કંપની  દ્વારા કલોલ શહેરમાં સબ સ્ટેશનનું સમારકામ કરવાનું હોવાથી વીજ પુરવઠો દિવસ દરમિયાન બંધ કરી દેવાયો હતો.

હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ત્રણ દિવસ તબક્કાવાર આ કામગીરી કરવામાં આવશે. કલોલના મોટી ભોંયણ સબ સ્ટેશન પર ૧૦મી માર્ચના રોજ સમારકામ હાથ ધરવામાં આવશે. જેના પગલે સવારે ૮થી ૪ વીજ સપ્લાય બંધ કરી દેવાશે. એજ રીતે ૧૪મી માર્ચે નારદીપૂર સબ સ્ટેશનમાં પણ સમારકામ કરવામાં આવશે. જ્યારે ૨૧મી માર્ચે ઇટલા ગામે આવેલ સબ સ્ટેશનનું પણ સમારકામ કરવામાં આવનાર હોવાથી આ ત્રણ ગામોમાં સવારથી આઠ કલાક માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે. એક પછી એક સબ સ્ટેશનનું સમારકામ તબક્કાવાર કરવાનું હોવાથી જે તે દિવસ દરમિયાન સબ સ્ટેશન વિસ્તારમાં દિવસ દરમિયાન વીજ પુરવઠો બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. આ સબ સ્ટેશનમાં સમારકામ પૂર્ણ થયા પછી કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વિના વીજ પુરવઠો પૂર્વવત ચાલુ પણ કરી દેવામાં આવશે.ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ત્રણ દિવસ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સબ સ્ટેશનમાં સમારકામ કરવાનું હોવાથી વીજ પુરવઠો બંધ રખાયો હતો.

હવે આગામી ૧૦,૧૪ અને ૨૧ માર્ચે ગ્રામ્યનાં મોટી ભોંયણ, નારદીપૂર અને ઈટાલામાં સવારે ૮થી ૪ વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. ઉનાળા દરમિયાન વીજળીની માંગ વધી જતી હોવાથી આગોતરા આયોજનનાં ભાગરૂપે યુજીવીસીએલ દ્વારા સબ સ્ટેશનમાં તબક્કાવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે.