સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં વોરાએ ગુજરાતની ચિંતાનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોત સરકારના રાજસ્થાનમાં ડેમ બનાવવાના પ્રયાસને ચૂંટણી સ્ટંટ ગળાવ્યો છે.

વોરાએ તેમના પત્રમાં ગુજરાતના હિતોને ધ્યાનમાં રાખીને આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવા મુખ્યમંત્રીને વિનંતી કરી હતી. વોરાએ લખ્યું છે કે રાજસ્થાન સરકાર ધરોઈ ડેમના અપસ્ટ્રીમ વિસ્તાર પર નવા ડેમ બનાવી રહી છે. ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીનો પુરવઠો અટકાવવો એ રાજસ્થાન સરકારનો રાજકીય સ્ટંટ છે.

રાજસ્થાન સરકારે બે ડેમ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવા હોવાનું સામે આવ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી સાબરમતી નદી અને તેની ઉપનદી સેઈ નદીમાં પાણીનો પ્રવાહ અવરોધાશે. આનાથી ગુજરાતના ધરોઈ ડેમના પ્રવાસને ગંભીર અસર થશે. ધારાસભ્ય રમણ વોરાએ જણાવ્યું હતું કે ધરોઈ ડેમનું નિર્માણ થયું ત્યારે ૧૯૭૧માં થયેલા કરાર મુજબ રાજસ્થાન સરકારને ધરોઈ ડેમની ખાસપાસના ૩૫૦ કિલોમીટરના વિસ્તારમાં કોઈ ડેમ બનાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે આ મામલો કેન્દ્ર સમય આવવો જોઇએ. વોરાને વધુમાં દાવો કર્યો હતો કે ધરોઈના પ્રવાસને અવરોધવાથી ગુજરાતના ૫ જિલ્લાનો, ખાસ કરીને મહેસાણા અને સાબરકાંઠામાં પાણીની ઉપલબ્ધતા અને પુરવઠામાં ઘટાડો થશે.

વોરાએ મુખ્ય પ્રધાનને લખેલા તેમના પત્રમાં જણાવ્યું હતું કે જો રાજસ્થાનમાં સૂચિત ડેમ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકારના ભંડોળનો કોઈ હિસ્સો હોય અને તે કરારનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાયું છે. તેથી આ બાબતે યોગ્ય અને કડક પગલા લેવા જોઈએ.

દરમિયાન આ મામલે રાજય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોઈપણ રાજ્ય સંધિની વિરૂદ્ધમાં ન જઈ શકે. રાજસ્થાન સરકારના ડેમ બાંધવાના નિર્ણયના વિરોધમાં તેમણે આ નિવેદન આપ્યું છે. ધરોઇના જળાસ્ત્રાવ વિસ્તારમાં રાજસ્થાન સરકાર 2 ડેમ બાંધવાની તજવીજ કરી રહી છે. જેની સીધી અસર ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમને થવાનો ભય છે. બસ આ જ ભય રાજનીતિનું કારણ બન્યો છે અને રાજસ્થાન સરકારના નિર્ણયનો ગુજરાત સરકારે વિરોધ નોંધાવ્યો છે.

ઋષિકેશ પટેલે દાવો કર્યો કે નિર્ણય મુદ્દે રાજસ્થાન અને કેન્દ્ર સરકારને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. ઉદયપુરના કોટરા તાલુકામાં સાબરમતી નદી અને સુઈ નદી પર જળાશયો (ડેમ) બાધવામાં આવનાર છે. આ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2 હજાર ૫૫૪ કરોડ રૂપિયાની બીજી જોગવાઈને મંજૂરી આપી છે. આ નદીઓ પર જળાશયોના નિર્માણ બાદ પાલી અને સિરોહી જિલ્લાના ૭૫૦ ગામોમાં પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. રાજસ્થાન સરકારની દરખાસ્ત મુજબ સાબરમતી નદી અને તેની ઉપનદી સેઈ નદી જે ઉદયપુર જિલ્લામાં અરવલ્લી રેન્જમાં નીકળે છે. તેના પર જળાશયો બનાવવામાં આવશે. અહીથી જવાઈ ડેમમાં દબાણયુક્ત પાઈપલાઈન, ગ્રેવીટી પાઈપલાઈન અને ચેનલ દ્વારા પાણી છોડવામાં આવશે. જળાશયો પૂર્ણ થવા પર, ૯ શહેરો પાલી, રીત, જંતરન, સુમેરપુર, બાલી, દેસુરી, સોજત, રાયપુર અને મારવાડ જંકશનના ૫૦૦ ગામો તેમજ શિવગંજ શહેર અને સિરોહી જિલ્લાના ૧૭૮ ગામોની પીવાના પાણીની વ્યવસ્થા મજબૂત યશે. વર્ષ ૨૦૨૨ના બજેટમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાલી અને સિરોહી જિલ્લામાં પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ઉદયપુરના કોટરા તાલુકામાં સેઈ અને સાબરમતી નદીનો પર જળાશાયો બનાવવાની જાહેરાત કરી હતી.