વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને ૨૦૦૯માં બનાવવાનું શરૂ કર્યું હતું. હવે તે ૧૩ વર્ષ બાદ નેવીને મળ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું. સમુદ્ર પર તરતો અભેદ કિલ્લો છે આ INS વિક્રાંત છે દરિયાનો બાદશાહ. પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે કોચીના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં તેને નેવીને સમર્પિત કર્યું. આઈએનએસ વિક્રાંતની ડિઝાઈન અને નિર્માણ, બધુ ભારતમાં જ કરાયું છે.

પીએમ મોદીએ આ સાથે નેવીના નવા ફ્લેગનું પણ અનાવરણ કર્યું જે બ્રિટિશ રાજના પડછાયાથી દૂર છે. એકબાજુ તિરંગો અને બીજી બાજુ અશોકસ્તંભ છે. આ અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને અન્ય હસ્તીઓ પણ હાજર રહ્યા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળના સમુદ્રના તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે. આઈ.એન.એસ વિક્રાંત પર થઈ રહેલું આયોજન, વિશ્વ ક્ષિતિજ પર ભારતના  બુલંદ થતા જુસ્સાનો હુંકાર છે.

આઈ.એન.એસ વિક્રાંતનું વજન આશરે ૪૫૦૦૦ ટન છે. એટલે કે તેને બનાવવામાં એટલે કે તેને બનાવવામાં ફ્રાન્સ સ્થિત એફીલટાવરના વજનથી ચાર ગણું લોઢું અને સ્ટીલ વપરાયું છે. એટલું જ નહીં તેની લંબાઈ ૨૬૨ મીટર અને પહોળાઈ ૬૨ મીટર છે. એટલે કે તે ફૂટબોલના બે મેદાન બરાબર છે. પહેલા સ્વદેશી યુદ્ધજહાજમાં ૭૬ ટકા સ્વદેશી ઉપકરણ લાગેલા છે. જેના પર ૪૫૦ મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત રહેશે. જેમાં ૨૪૦૦ કિમી કેબલ લાગ્યા છે. એટલે કે કોચીથી દિલ્હી સુધી કેબલ પહોંચી શકે છે.

આઈ.એ.સી વિક્રાંત (IAC Vikrant – Indigenous Aircraft Carrier)માં ૩૦ જેટલા એરક્રાફ્ટ તહેનાત થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી મિગ ૨૯K ફાઈટર જેટ પણ ઉડાણ ભરીને એન્ટી એર, એન્ટી સરફેસ અને લેન્ડ એટેકમાં ભૂમિકા ભજવી શકે છે. તેનાથી Kamov ૩૧ હેલિકોપ્ટર પણ ઉડાણ ભરી શકે છે.

વિક્રાંતના નેવીમાં સામેલ થયા બાદ હવે ભારત એ દેશોની હરોળમાં આવી ગયું છે જેમની પાસે સ્વદેશી વિમાનવાહક જહાજની ડિઝાઈન અને નિર્માણ ક્ષમતા છે. વિક્રાંતથી હળવા હેલિકોપ્ટર (ALH) અને હળવા ફાઈટર વિમાન (LAC) ઉપરાંત મિગ-૨૯ ફાઈટર જેટ,  Kamov-31, MH-60R અને મલ્ટી રોલ હેલિકોપ્ટરો સહિત ૩૦ વિમાનથી યુક્ત એરવિંગના સંચાલનની ક્ષમતા છે.

શોર્ટ ટેક ઓફ બટ, રેસ્ટેડ લેન્ડિંગ જેવા નવા વિમાન ચાલન મોડનો ઉપયોગ પણ તેમાં કરાયો છે. વિક્રાંતમાં ૨૩૦૦ કમ્પાર્ટમેન્ટ સાથે ૧૪ ડેક છે જે લગભગ ૧૫૦૦ જવાનોને લઈ જઈ શકે છે અને તેમના ભોજનની જરૂરિયાતને પૂરી કરવા માટે તેની રસોઈમાં લગભગ ૧૦,૦૦૦ રોટી બનાવી શકાય છે. આ યુદ્ધ જહાજમાં ૮૮ મેગાવોટ વિજળીની ચાર ગેસ ટર્બાઈન લાગેલા છે. તેની વધુમાં વધુ ગતિ ૨૮ (નોટ) સમુદ્રી માઈલ છે. તે ૨૦,૦૦૦ કરોડના ખર્ચે બનેલું છે. આ સમગ્ર પ્રોજેક્ટ રક્ષા મંત્રાલય અને સીએસએલ વચ્ચે ડીલના ત્રણ તબક્કામાં આગળ વધ્યો છે. જે મે ૨૦૦૭, ડિસેમ્બર ૨૦૧૪ અને ઓક્ટોબર ૨૦૧૯માં પૂરો થયો છે. તે આર્ત્મનિભર ભારતનું આદર્શ ઉદાહરણ છે. જે મેક ઈન ઈન્ડિયા પહેલ પર ભાર મૂકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news