૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર વિસ્તારને પાણી મળશે

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને ૪ લાખ ૬૯ હજાર ૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહયું છે. આમ ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્વના ર્નિણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

આજીડેમમાં ૧૫૦ MCFT નર્મદાનું પાણી ઠલવાશે

આજી-૧માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે તેટલો જ છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમમાં વરસાદની આશાએ સૌની યોજનાનું પાણી લેવાનું બંધ કરાયા બાદ આવતા સપ્તાહથી તુરંત પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે RMC દ્વારા રાજ્ય સરકારમાં પત્ર લખી પાણી માટે માંગ કરવામાં આવી હતી. જેને પગલે ૨૩ ઓગષ્ટ પછી આજીડેમમાં ફરી ૧૫૦MCFT નર્મદાનું પાણી ઠલવાશે. આ સંજોગોમાં તા.૨૦ ઓગસ્ટના રોજ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરી સમીક્ષા

બેઠક રાખવામાં આવેલ છે.ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. હવામાન વિભાગે ૧૭ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થવાની આગાહી છે. ત્યારે કેન્દ્રના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૧ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૭ ઓગસ્ટથી લઈને ૨૧ ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે.