ભોપાલમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટો સામે NGTનો મોટો આદેશ

  • 2 લાખ લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો
  • ભોપાલમાં ગેરકાયદે એકમોને તાત્કાલિક બંધ કરવા અથવા ખસેડવા સૂચના
  • જળાશયોમાં માઇક્રોપ્લાસ્ટિકની તપાસ કરવા નિર્દેશ

ભોપાલઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેણાંક વિસ્તારોની નજીક કાર્યરત ગેરકાયદે પ્લાસ્ટિક રિસાયકલિંગ એકમો અંગે લાલ આંખ કરી છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રવૃત્તિઓ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે, જેનાથી અંદાજે ૨ લાખ જેટલા નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

NGTની સેન્ટ્રલ ઝોન બેન્ચે પ્રદૂષણ ફેલાવતા ૫૦ થી વધુ એકમોને રહેણાંક વિસ્તારોમાંથી હટાવીને નિયુક્ત ઔદ્યોગિક ઝોનમાં સ્થાનાંતરિત કરવા અથવા તો તેમને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ શિયો કુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય સુધીર કુમાર ચતુર્વેદીની બેન્ચે પર્યાવરણ સુરક્ષામાં બેદરકારી બદલ તંત્રને ખરખરો પણ કર્યો હતો.

પીવાના પાણી અને જળાશયોમાં વર્ષમાં બે વાર માઈક્રોપ્લાસ્ટિકની ચકાસણી કરવી ફરજિયાત.
હવા, પાણી અને જમીનમાંથી સૂક્ષ્મ પ્લાસ્ટિક કણોને દૂર કરવા માટે આધુનિક ફિલ્ટર્સ અને સ્ક્રીન્સનો ઉપયોગ કરવો.

રાજ્યના પર્યાવરણ સચિવે આગામી ૪ અઠવાડિયામાં આ અંગે લેવાયેલા પગલાંનો એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવો પડશે.

પર્યાવરણને નુકસાન કરતા મલ્ટી-લેયર પ્લાસ્ટિક (MLP) ના બદલે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગ પર ભાર.

ટ્રિબ્યુનલે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને માઈક્રોપ્લાસ્ટિકના કારણે થતા કેન્સર અને શ્વસન જેવા ગંભીર રોગો પર અભ્યાસ કરવા અને તેની મર્યાદા નક્કી કરવા સૂચન કર્યું છે.

આ કેસની વધુ તપાસ અને કાર્યવાહીની સમીક્ષા માટે ૨૭ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. ભોપાલ ઉપરાંત ઈન્દોર, ગ્વાલિયર અને જબલપુર જેવા શહેરોમાં પણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર દેખરેખ વધારવા સૂચના અપાઈ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news