નર્મદાના પાણી કચ્છમાં પહોંચશે : ડેમ, તળાવોને સક્ષમ કરો

ધનજી જિયાણીએ સુખપરમાં રૂ.૫ કરોડના વિવિધ વિકાસકાર્યો જેવા પી.એચ.સી., પશુ દવાખાનું, હિંદુ સ્મશાનગૃહ, મંદિરો માટે, રોડ રસ્તાઓ બનાવવા વગેરેની વિગતો રજુ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી ભીમજી જોધાણી, હરીશ ભંડેરી, શીવજી પાધરા, લાલજી રાબડિયા, રતનબેન મેપાણી, જશુબેન ભુવા વગેરે હાજર રહ્યા હતા. માનકુવા ખાતે વિવિધ સમાજો, સંગઠનો, મંડળો અને સંસ્થાઓએ નિમાબેનનું અભિવાદન કર્યુ હતું. આ તકે જિ.પં. સભ્ય મનીષાબેન વેલાણી, સામાજિક ન્યાય સમિતિના લક્ષ્મીબેન, માનકુવા સરપંચ વનિતાબેન હીરાણી, જયમલ રબારી, હરિભાઇ ગાગલ, તુષાર ભાનુશાલી, રાજેશ દેસાઇ, નિલેશ વરસાણી, ઉર્મિલાબેન ગોરાણી, રામજી ડબાસિયા, વનિતાબેન રાણવા, દક્ષાબેન લાધાણી, વાળાસર સરપંચ ક્ષિતિબેન વગેરે હાજર રહ્યા હતાભુજ તાલુકાના સુખપર અને માનકુવામાં વિધાનસભા અધ્યક્ષાનું અભિવાદન કરવામાં આવશે. સુખપરમાં વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાના અને વિવિધ સમાજો, મંડળોએ વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યનું બહુમાન કરાયું હતું.

ત્યારબાદ નિમાબેને જણાવ્યું હતું કેા, નર્મદા કેનાલની કામગીરી ચાલુ છે ત્યારે નર્મદાના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીને ભરવા ડેમ અને તળાવો વધુ સક્ષમ કરવા પર ભાર મૂકી, નર્મદાના પાણી નજીકના ભવિષ્યમાં કચ્છમાં પહોંચશે તેમ જણાવ્યું હતું.