નારાયણા બિઝનેસ સ્કૂલ નવીન મેનેજમેન્ટ (વ્યવસ્થાપન) પદ્ધતિઓ પર 04 ડિસેમ્બર, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય પરિષદ આયોજિત કરશે

અમદાવાદ: વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિદ્વાનોને નવીન મેનેજમેન્ટ પદ્ધતિઓ સંબંધિત જ્ઞાન તથા વિચારોને વહેંચવા માટે એક મંચ પ્રદાન કરવા માટે કે જે તેમને સમાવેશી વિકાસમાં મદદ કરશે તેને નારાયણા બિઝનેસ સ્કૂલ (એનબીએસ)એ.આઈ.સી.ટી.ઈ તથા મિનિસ્ટ્રી ઓફ એચ.આર.ડી માન્ય, અમદાવાદ, ગુજરાતમાં સ્થિત બી-સ્કૂલ 4 ડિસેમ્બર 2021ના રોજ આંતરરાષ્ટ્રીય સમ્મેલનનું આયોજન કરશે. સમ્મેલન માટે કેન્દ્રિત વિષય છે –‘નવી વ્યવસ્થાપન અભ્યાસના માધ્યમથી સમાવેશી વિકાસને ઉત્પ્રેરિત કરવો’.

આ ઑનલાઇન પરિષદનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષણવિદોને એક મંચ પર લાવવાનો છે, જ્યાં તેઓ મેનેજમેન્ટ પદ્ધતિઓની ભાવિ સંભાવનાઓ પર ચર્ચા કરશે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસને પ્રભાવિત કરશે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદના પેટા વિષય છે – ઈનોવેશન અને સાહસિકતા; આર્થિક નીતિઓ અને વિકાસ; સતત માનવ સંશાધન વ્યવહાર; જન અધિકારિકતા અને સમાવેશી વિકાસ; આઈટી અને ઇનોવેશન; અભિનવ માર્કેટિંગ અનિવાર્યતા; ડિજિટલ માર્કેટિંગ અને ઇનોવેશન; ડિજિટલ ચલણ અને નવીન નાણાકીય ઉત્પાદનો; કાર્યબળનું સંચાલન; પ્રભાવશાળી અને સંબધિત માર્કેટિંગ; નાણાકીય વ્યવસ્થાપન; રણનીતિ અને સામાન્ય મેનેજમેન્ટ (વ્યવસ્થાપન).

આ પરિષદના મુખ્ય અતિથી તરીકે પ્રસિદ્ધ લેખક અને કનફ્લિક્ટ મેનેજમેન્ટ વિશેષજ્ઞ શ્રી પેટ્રિક આયલવર્ડ હશે. અન્ય વિશેષ વક્તાઓમાં ડૉ. વિરલ ભટ્ટ, ડિરેક્ટર, એસએએલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ; ડૉ. મમતા બ્રહ્મભટ્ટ, પ્રમુખ, બિઝનેસ ઈંટેલિજેંસ વિભાગ, બી.કે. સ્કૂલ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ; ડૉ. આર આર આઝાદ, ડીન અને ડિરેક્ટર– માનવિકી, મોહમ્મદ અલી જૌહર વિશ્વવિદ્યાલય, ઉત્તર પ્રદેશ; ડૉ. કુમુદ વિવેક, એચઓડી – એમબીએ વિભાગ, આઈઆઈએસમી, અલીગઢ; ડૉ. ગુંજન અગ્રવાલ, પ્રોફેસર, એસવીપીજી કોલેજ, ઉત્તર પ્રદેશ; અને શ્રી બી.એમ. સરૈયા, સેવાનિવૃત્ત નાયબ મ્યુનિસિપલ કમિશનર, મુંબઇ ઉપસ્થિત રહેશે.

નારાયણા બિઝનેસ સ્કૂલ, ગુજરાતમાં સંસ્થાપક ગુણવત્તાપૂર્વક શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં તમામ પગલા ઉઠાવી રહ્યાં છે. ૨૧ વર્ષો થી સતત મેનેજમેન્ટ, અભ્યાસ અને તાલીમ ક્ષેત્રે કાર્યરતઆ બી-સ્કૂલમાં વ્યવસ્થાપનના વિદ્યાર્થીઓ માટે એક ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમ છે. નારાયણા બિઝનેસ સ્કુલ ધણી વેપાર અને ઉદ્યોગ સંસ્થાન સાથે પણ સંક્ળાયેલ છે. નારાયણા બિઝનેસ સ્કૂલ આ વર્ષે 12 ડિસેમ્બર2021 ના રોજ પ્રવેશ પરીક્ષા એનબી.સેટમાટે અરજી સ્વિકાર કરી રહી છે.

આગામી આંતરરાષ્ટ્રીય પરિષદની સાથે નારાયણા બિઝનેસ સ્કૂલ મેનેજમેન્ટ(વ્યવસ્થાપન) ઉદ્યોગમાં ગતિશીલ પરિવર્તનો વિશે જાગૃતતા વધારવા ઇચ્છુક છે.