વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 1611થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયું
અમદાવાદઃ વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્।ે પણ 19 સપ્ટેમ્બરના રોજ રક્તદાન શિબિરનું આયોજન વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતુ. આ શબિર ખાતે કુલ 1611 જેટલાં બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતુ. વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ રક્તદાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની 75મીં વર્ષગાંઠ નિમિત્તે ભેટ આપવામાં આવી હતી.
વટવાની યુવા પેઢી દ્વારા સંચાલિત વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન છેલ્લા કેટલાય વર્ષોથી સતત મોટી માત્રમાં રક્તદાન કરવા પ્રોત્સાહિત કરે છે અને સમાજ માટે યુવાશક્તિનું એક ઉત્તમ દ્રષ્ઠાંત પૂરૂં પાડે છે. વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત કરાતી રક્તદાન શિબિર વર્ષ-દર-વર્ષ નવા કિર્તીમાન સ્થાપિત કરે છે, જે વર્ષ 2022, 20213 અને 2024ના રક્તદાન શિબિરના આંકડાઓ અનુક્રમે 1320, 1401 અને 1605 બાદ 2025માં 1611 પરથી જોઈ શકાય છે.










