મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી ગાઈડલાઈન

દેશમાં કોરોના વાયરસના રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જાેકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું હતું. જેમાં ડબલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસને ફેલાવાથી ૯૫ ટકા સુધી રોકી શકાતો હોવાનું તારણ નીકળ્યું હતું. હાલની સ્થિતિમાં જાે તમામ લોકો ડબલ માસ્ક પહેરે તો સ્થિતિ ઝડપથી સુધરી શકે છે. રવિવારે સરકારે ડબલ માસ્ક પહેરતી વખતે શું કરશો અને શું ન કરશો તેને લઈ માહિતી આપી હતી.

અમેરિકન સેન્ટર ઓફ ડિસીઝ એન્ડ પ્રિવેંશન મુજબ કોરોના વાયરસથી બચવા માટે ડબલ માસ્ક પહેરેવું શ્રેષ્ઠ વિકલ્પ છે. સીડીસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટડી મુજબ, કોવિડ-૧૯થી બચવા ડબલ માસ્ક વધારે સુરક્ષિત છે. સ્ટડીમાં જાેવા મળ્યું કે ડબલ માસ્ક વધારે સુરક્ષા આપે છે અને કોરોનાને ફેલાવાથી રોકે છે. એક્સપર્ટના કહેવા મુજબ જો તમે એન ૯૫ અથવા કેએન૯૫ માસ્ક પહેર્યુ હોય તો તમારે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી.