મેઘમણી પરિવાર તરફથી મેઘમણી ગ્રુપના ડિરેક્ટર રમેશ પટેલે તમામ ગુજરાતવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

મેઘમણી પરિવાર તરફથી રેડક્રોસ સોસાયટીને રૂ. 51 લાખનું દાન આપવામાં આવ્યુઃ ડિરેક્ટર રમેશ પટેલે 18 ડિસેમ્બરે યોજાનારી રક્તદાન શિબિરમાં લોકોને જોડાવા કર્યું આહવાન

દિવાળી અને નૂર્તન વર્ષના પર્વ નિમિત્તે મેઘમણી પરિવાર દ્વારા તમામ ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે. શુભેચ્છા પાઠવતા મેઘમણી ગ્રુપના ડિરેક્ટર રમેશ પટેલે સર્વેને દિવાળી શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે ધનતેસરના શુભ દિવસે રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રીકને મેઘમણી પરિવાર તરફથી રૂપિયા 51 લાખનું દાન આપવામાં આવ્યું છે.

રેડક્રોસ સોસાયટી ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે. ગરીબમાં ગરીબ જરૂરિયાતમંદ લોકો કે જેઓને રક્તની જરૂર હોય છે તેવા છેક છેવાડા સુધીના લોકો સુધી રક્ત મળી રહે છે. જરૂરિયાતમંદ લોકો સુધી બલ્ડ પહોંચી રહે તે માટે મેઘમણી પરિવાર દ્વારા અમારા વતન માંડલ ખાતે દર વર્ષે મેડિકલ ચેકઅપ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અમે એક જ દિવસમાં એક જ સ્થળે રક્તદાન શિબિરનું આયોજન કરી 300 બ્લડ યૂનિટ એકત્ર કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ વર્ષે પણ અમે 18 ડિસેમ્બરના રોજ યોજાનારી રક્તદાન શિબિરમાં 6000 બ્લડ યૂનિટનું લક્ષ્યાંક રાખ્યું છે. આ અનુસંધાને અમારી ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે અને આ રક્તદાન શિબિરમાં વિશાળ સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે આગળ આ તે માટે લોકોને આમંત્રિત કરી રહ્યાં છે. તો અહીં હું આપ સૌને આ રક્તદાન શિબિરમાં આવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું.

આપ સર્વેને દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષ સુખાકારી નીવડે તેવી અઢળક શુભકામનાઓ..