વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ
વડોદરાઃ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યા વડોદરામાં વધુ એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઇડીસીમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીમાં કેમિકલ બનાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હજી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. મળતી માહિતી અનુસાર કંપની સોલ્યુશન લગાવવા માટેનું પ્રોડક્શન કરે છે. આગની જાણ થતા ચારથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ ભીષણ લાગવાથી સમગ્ર કંપની આગની ઝપેટમાં આવી છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.