હાવડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

કોલકાતા: પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઔદ્યોગિક ઘુસુરીમાં મંગળવારે વહેલી સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરી કમ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જ્યુટ મિલના એક ભાગને નુકસાન થયું હતું. પોલીસ અને ફાયર વિભાગના સૂત્રોએ આ માહિતી આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને તે પણ જાણવામાં આવી રહ્યું છે કે આગ વેરહાઉસમાં લાગી કે પ્લાસ્ટિક ફેક્ટરીમાં. આગમાં કોઈ જાનહાની થઈ હોવાના તાત્કાલિક અહેવાલ નથી.

પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ફાયર ફાયટરોની મદદ માટે વધુ ફાયર વાહનો તૈયાર રાખવામાં આવ્યા છે. સોમવારે, આ શહેર નજીક ફોરશોર રોડ પર હાવડાના ઔદ્યોગિક વિસ્તારમાં એક જ્યુટ મિલનો એક ભાગ આગમાં નાશ પામ્યો હતો. ફોરશોર રોડ પર આવેલી વિજયશ્રી જ્યુટ મિલને નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરે ઔદ્યોગિક વિસ્તારોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ત્રણ ફેક્ટરીઓ અને વેરહાઉસ બળીને રાખ થઈ ગયા હતા.