મેક્સિકોમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય છેકે આ પહેલા મેક્સિકોમાં ૧૮ મેના રોજ પણ ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. ત્યારે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૪ આસપાસ નોંધવામાં આવી હતી. અને, આ ભૂકંપનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાથી ૨ કિમી દક્ષિણપૂર્વમાં આવ્યું હતું.  નોંધનીય છેકે  મે મહિનામાં પણ મેક્સિકો શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત ૨૫ મેના રોજ પનામા-કેરેબિયન સમુદ્રમાં ધરતીકંપ આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર  તીવ્રતા ૬.૬ નોંધાઇ હતી. જોકે સારા સમાચાર એ હતા કે આ ભૂકંપને કારણે જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. આ સિવાય મેક્સિકોમાં ૧૮ મેના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.