વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ

વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ તળાવને ઉંડુ કરવાના રૂ.૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ યોજનાનોનો શુભારંભ કરાવ્યો હતો.

આ યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૭૫ તળાવ ઉંડા કરવાના અને નદી પુનઃ જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪ ૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩ અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૫.૪૬ લાખના ૫ કામો હાથ ધરવામાં આવશે.