કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો

દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પોતાની ચરમ પર પહોંચી ગયું છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના સમારંભ તો બે દિવસ પછી ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ ચારે તરફ તિરંગો જ તિરંગો નજરે પડી રહ્યો છે. દરેક ઘરથી લઈને રોડ-રસ્તામાં આવેલી નાનામાં નાની દુકાનો સુધી તો બજારથી લઈને હોસ્પિટલો સુધી અને ઓફિસથી લઈને મોલ સુધી લોકોએ પીએમ નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને પૂર્ણ સમર્થન આપ્યું છે. મહિલાઓ, બાળકો, યુવાઓ બધા એકજૂટ થઈને તિરંગો લહેરાવતા જોવા મળી રહ્યાં છે, તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી રહ્યાં છે, સોશિયલ મીડિયા પર પોતાની ડીપીમાં પોતાની તસવીરની જગ્યાએ તિરંગો લગાવી રહ્યાં છે. તિરંગાનો ખુમાર ચરમ પર છે.

દિલને સૌથી વધારે ઠંડક પહોંચાડનાર કંઈ છે તો તે છે જમ્મુ-કાશ્મીરથી આવનાર તસવીરો અને વીડિયોને નિહારવા.. જમ્મુમાં તો ઠિક પરંતુ જે કાશ્મીરમાં ક્યારેક ભારતીય તિરંગાને જગજાહેર રીતે આગ લગાવવામાં આવતી હતી ત્યાં તિરંગો લહેરાઇ રહ્યો છે. કાશ્મીરના દરેક ગામ, શહેર, ઘાટીમાં તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનને કાશ્મીર ઘાટીની જનતાએ સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે. જ્યારે શ્રીનગરની ફેમસ ડલ તળાવમાં નિકળેલી શિકારોંની તિરંગા રેલી હોય અથવા પછી બાંદીપોરા, અનંતનાગ, કુપવાડા અથવા ત્રાલ ઘાટીમાં દરેક જગ્યાએ ભારતની આઝાદીનો ૭૫માં વર્ષના સમારંભની ભવ્ય તૈયારી ચાલી રહી છે. ક્યાંક તિરંગા સાથે પ્રભાત ફેરી નિકાળવામાં આવી રહી છે, તો ક્યાંક તિરંગાને સલામી આપીને કૌમી તરાના (રાષ્ટ્રગીત) ગવાઇ રહ્યાં છે.

ગીતોની જગ્યાએ કોમી તરાનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે. કાશ્મીર વાદીઓમાં રાષ્ટ્રગીતને કૌમી તરાના કહેવામાં આવે છે. શાળામાં ભણતી બાળકીઓ હોય કે પછી હિજાબ પહેરેલી મહિલાઓ, બધાના હાથમાં તિરંગો છે. ખુબ જ ઉત્સાહ સાથે રસ્તાઓ પર તેઓ તિરંગા રેલીમાં સામેલ થઈ રહી છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજને પોતાના હાથમાં પકડીને કૌમી તરાના ગાઇ રહી છે. જે કાશ્મીર યુનિવર્સિટી એક સમયે અલગતાવાદીઓનું વર્ચસ્વ ધરાવતી હતી, જ્યાં ભારતનો ત્રિરંગો લહેરાવી શકાતો ન હતો, જ્યાં શિક્ષકોનો એક મોટો સમૂહ અભ્યાસમાં ઓછો અને અલગાવવાદી-આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થતાં રહેતા હતા, ત્યાં પણ ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો છે, કૌમી તરાના ગાવામાં આવી રહ્યા છે. એવા લોકો મોટી સંખ્યામાં હતા જેઓ બે વર્ષ પહેલા સુધી ભાગ્યે જ ભારતનું રાષ્ટ્રગીત ગાઈ શકતા હતા કે યાદ કરી શકતા હતા, આજે તેઓ પૂરા ઉત્સાહથી અને લય સાથે ગાઈ રહ્યા છે. કાશ્મીર માટે આ એક મોટું પરિવર્તન છે. જ્યારે પાંચ વર્ષ પહેલા આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાની અટકળો ચાલી રહી હતી ત્યારે મહેબૂબા મુફ્તીનું અત્યંત બેજવાબદાર નિવેદન આવ્યું હતું.

૨૯ જુલાઈ ૨૦૧૭ના રોજ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જો કલમ ૩૭૦ હટાવવામાં આવશે તો કાશ્મીર ઘાટીમાં ભારતનો ધ્વજ પકડનાર કોઈ રહેશે નહીં. જે સમયે મહેબૂબાએ આ નિવેદન આપ્યું હતું તે સમયે તેઓ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. જણાવી દઈએ કે આ નિવેદન તે મહેબૂબાનું હતું, જેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રહી ચૂક્યા હતા. મહેબૂબાનું આ નિવેદન શરમજનક હતું. આનાથી પણ વધુ શરમજનક તે હતું જ્યારે મહેબૂબાએ કલમ ૩૭૦ નાબૂદ થયાના દોઢ વર્ષ પછી ઓક્ટોબર ૨૦૨૦માં નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તિરંગો ફરકાવે નહીં. હુર્રિયતનો ખેલ ખત્મ થઈ ગયા પછી પોતાને કાશ્મીરમાં અલગાવવાદીની સૌથી મોટી ધ્વજવાહક તરીકે પોતાને રજૂ કરવામાં લાગેલી મહેબૂબાને પોતાના નિવેદનો પર કદાચ બે વર્ષ પછી પણ શરમ ના આવે. જોકે, સામાન્ય રીતે કોઈપણ ભણેલો-ગણેલો વ્યક્તિ શરમથી માથૂ ઝૂકાવી લેતો. જે ભારતીય બંધારણ હેઠળ શપથ લઈને તે રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર બેસ્યા હતા, તે બંધારણના અનિવાર્ય ભાગ અને પ્રતીક સમા તિરંગા અંગે કેવી રીતે ઉશ્કેરણીજનક નિવેદન આપી શકે છે મહેબૂબા.

જમ્મુ-કાશ્મીર માંથી આર્ટિકલ ૩૭૦ને હટાવ્યાના ત્રણ વર્ષ પછી જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે, ત્યારે કાશ્મીરની વાદીઓમાં પણ દેશના અન્ય હિસ્સાઓની જેમ જ પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનને ઉત્સાહજનક સમર્થન મળી રહ્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત સંખ્યાબંધ લોકોની તિરંગા સાથેની તસવીરો કાશ્મીરના દરેક વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ તસવીરો મહેબૂબા મુફ્તી જેવા અલગાવવાદી નેતાઓના ગાલ ઉપર થપ્પડ છે, જેમણે ક્યારેક અહંકારભર્યા સ્વરમાં કહ્યું હતુ કે, જો આર્ટિકલ ૩૭૦ ખત્મ થશે તો ભારતના તિરંગાને થામનાર કાશ્મીર ઘાટીમાં કોઈ મળશે નહીં.