કચ્છઃ અંજાર નજીક આવેલી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી કંપનીમાં ભીષણ આગ
ભુજઃ અંજાર- ગાધીધામ નજીક આવેલી જીન્સ કંપનીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી જીન્સ કંપનીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભયનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી જવા પામી હતી.
આ આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાના જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડની આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરીમાં ગાંધીધામ, કંડલા પોર્ટની સાથે ખાનગી કંપનીઓની ફાયર ટીમો પણ જોડાઈ હતી. આ કામગીરીમાં 10થી વધુ ફાયર બ્રિગેડનો કાફલો જોડાઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.
આગના પગલે પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રોડક્ટશન પ્રોસેસ દરમિયાન પ્લાસ્ટિક પાર્ટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.