રમતના માધ્યમથી માનવીય મૂલ્યોને બળ આપવું પણ જરૂરી છેઃ મોદી

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોય કેથોન ૨૦૨૧ પર સંબોધન આપ્યું. દેશમાં સ્પોર્ટસનું મહત્વ દરેક વ્યક્તિ સમજે તે માટે પી.એમ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે અત્યારસુધીમાં મોટી સંખ્યામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. પરંતું હવે તેઓ રમતના ઉદ્યોગોને વધારવા માટે મહેનત કરી રહ્યા છે.

જોકે આ સંબોધનમાં વડાપ્રધાને જંકફૂડના ફાયદાઓ તેમજ નુકશાન વીશે પણ માહિતી આપી હતી. જંકફૂડ મુદ્દે તેમણે સવિસ્તાર ચર્ચા કરી હતી. સાથે જ તેમણે કૂપોષણને દૂર કરવા પણ લોકોને અપીલ કરી જેમા તેમણે જણાવ્યું કે નાના બાળકોએ હંમેશા પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેઓ પૌષ્ટિક આહાર નથી લેતા જેના કારણે તેઓ કુપોષણનો શિકાર બને છે.

કુપોષણ મામલે વડાપ્રાધને કહ્યું કે બાળકોને રમતો દ્વારા પણ તેનાથી સતર્ક કરી શકાય છે. રમકડા ઉદ્યોગમાં જોડાયેલા લોકો સાથે તેમણે પી.એમ મોદીએ ચર્ચા કરી કે ઉદ્યોગને કેવી રીતે વિકસાવી શકાય. ઉપરાંત તેમણે કહ્યું કે રમકડા અને રમતોના નવા વિચારો દુનિયામાં ફેલાવવા જોઈએ.

આપને જણાવી દઈએ શિક્ષા મંત્રાલય, બાળ વિકાસ મંત્રાલય, એમ.એસ.એમ.ઈ મંત્રાલય અને કપડા મંત્રાલયની સૂચના દ્વારા ટોય કેથોનનું આયોજન કરવામાં આવે છે. આ સંબોધન કરતા પહેલા પી.એમ મોદી દ્વારા ટ્‌વીટ કરવામાં આવી હતી કે તેઓ ૨૪ જૂનના રોજ ટોય કેથોનને સંબોધીત કરશે અને આ સંબોધનમાં તેમણે ઘણી મહત્વની વાતો કરી હતી.