આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : પોતાના ક્ષેત્રમાં અગ્રણી 11 મહિલાઓને’ઉર્જા એવોર્ડ્સ 2021’સમ્માનિત કરવામાં આવી

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત ત્રીજા વર્ષે મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ’ ઉર્જા એવોર્ડ્સ 2021’નું આયોજન કરવામાં આવ્યું હતુ.ઉર્જા એવોર્ડ્સ 2021નું આયોજનટેકફોર્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડની સહયોગિતામાં કરવામાં આવ્યું હતુ.

મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે 9 કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 11 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઉર્જા એવોર્ડ્સ 2021’થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ કરી પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2021થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી  કરવામાં આવી હતી. 

સમારંભના મુખ્ય અતિથી તરીકે ગુજરાતી સિનેમાના કલાકાર ભાવિની જાની ઉપસ્થિત રહ્યાંહતા, જ્યારે અતિથી વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના પત્રકાર વિભાગના પ્રોફેસર ડૉ. સોનલ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા. અન્ય આમંત્રિત અતિથિ તરીકે નીરા પાંડે, ફણી ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતા.

ઉર્જા એવોર્ડ્સથી સમ્માનિત કરવામાં આવેલી આત્મવિશ્વાસુ મહિલાઓમાં વિજ્ઞાન ક્ષેત્રે અગ્રણી નામ ડૉ. મેઘા સલીલ ભટ્ટ્, ગુજરાતી એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર મોરલી પટેલ, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત ગીતા સોલંકી, શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રાચી ગોવિલ અને ઋત્વી વ્યાસ, આર્ટ અને કલ્ચરમાં ટ્વિન્સ સિસ્ટર્સ મૌસમ અને મલકા મહેતા, એથ્લેટ ખુશાલી પુરોહિત, ટ્રેંડ સેટર સોનલબા અને નિકીબા અને પર્યાવરણ અને હેરિટેજ સંરક્ષણ માટે કાર્યરત યુવા પ્રતિભા પ્રાર્થી શાહને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કોરોના વોરિયર્સ ડોક્ટર, નર્સ, પત્રકાર, પોલીસ અધિકારીઓને પણ મોમેન્ટો આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. મેઘા સલીલ ભટ્ટ્- Excellence in Education

મોરલી પટેલ- Excellence in Cinema

ગીતા સોલંકી-Excellence in Women’s Entrepreneurship

પ્રાચી ગોવિલ-Excellence in Women’s Entrepreneurship- Education

ઋત્વી વ્યાસ- Excellence in Women’s Entrepreneurship- Education

મૌસમ &મલકા મહેતા-Excellence in Arts & Culture

ખુશાલી પુરોહિત-Excellence in Sports & Adventure

સોનલબા અને નિકીબા-Trendsetter par Excellence

પ્રાર્થી શાહ-Excellence in Environmental Social Activity