ખતરનાક સામગ્રી હોવાની આશંકા ભારતે જહાજમાંથી કન્ટેનર જપ્ત કર્યા

ગુજરાતના મુંદ્રા બંદર પર ભારતીય અધિકારીઓએ શાંઘાઈ જનાર માલવાહક જહાજ ખતરનાક પદાર્થ હોવાની આશંકા હોવાથી અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનૉમિક ઝોન (APSEZ)એ શુક્રવારે કહ્યુ કે એક સંયુક્ત સીમા શુલ્ક અને રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DR)ની ટીમે મુંદ્રા પોર્ટ પર એક વિદેશી વહાણથી કેટલાક કંટેનર જપ્ત કર્યા જેમાં અઘોષિત ખતરનાક સામગ્રી હોવાની આશંકા હતી.

ભારતના સૌથી મોટા પોર્ટ ઑપરેટરે એક નિવેદનમાં કહ્યુ કે કાર્ગોને બિન-ખતરનાક રીતે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા જ્યારે જપ્ત કરવામાં આવેલા કંટેનરમાં હેજર્ડ ક્લાસ ૭ ના નિશાન હતા- જે રેડિયોએક્ટિવ પદાર્થ તરફ ઈશારો કરે છે. આને લઈને હવે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવી ગઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે જપ્ત કરાયેલા કંટેનર ખાલી હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એ માન્યુ કે આનો ઉપયોગ પહેલા ચીનથી કરાંચીમાં દ્ભ-૨ અને દ્ભ-૩ પરમાણુ ઉર્જા સંયંત્રો માટે ઈંધણના પરિવહન માટે કરવામાં આવતો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે કરાચીના પરમાણુ ઉર્જા સંયંત્રના અધિકારીઓએ સૂચિત કર્યુ છે કે આ ખાલી કંટેનર ચીનને પાછા અપાયા હતા જેનો ઉપયોગ પહેલા કે-૨ અને કે-૩ પરમાણુ ઉર્જા સંયંત્રો માટે ચીનથી કરાચીમાં ઈંધણના પરિવહન માટે કરવામાં આવતુ હતુ. આ કંટેનર ખાલી હતુ અને શિપિંગ દસ્તાવેજોમાં કાર્ગોને બિન-ખતરનાક જાહેર કરાયા હતા. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના અધિકારીએ સાથે જ એ પણ કહ્યુ કે કરાચીમાં દ્ભ-૨ અને દ્ભ-૩ પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને ઈન પ્લાન્ટસમાં ઉપયોગ થનારા ઈંધણ બંને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી ના સુરક્ષા ઉપાયો હેઠળ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કિરણોત્સર્ગી સામગ્રીની સંભવિત જપ્તી વિશે રિપોર્ટ તથ્યાત્મક રીતે ખોટુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *