રાજકોટમાં રોડના નબળા કામનો રિપોર્ટ આવતા કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ

રાજકોટ જિલ્લા પંચાયત સંકુલમાં સીસી રોડનું કામ નબળું થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કોંગ્રેસના સમયમાં બનેલા રોડની તપાસ માગી હતી. દોઢ વર્ષ બાદ આ રોડની તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યો છે. જેમાં રોડનું કામ નબળું થયાનો રિપોર્ટ આવ્યો છે. આથી કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ આપવામાં આવ્યા છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયત થતા પ્રમુખ ભૂપત બોદરે આ તપાસ સરકારી ધોરણે થાય તેવી માગ કરી હતી. રાજકોટ ડિવિઝનમાં ૧ ઓક્ટોબરથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ૧ ઓક્ટોબરથી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે માહિતી આપી હતી કે, ઓપરેશનલ કારણોસર ૩૧ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે અને ૧૬ ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાને કારણે પેસેન્જર ટ્રેનોના પરિચાલનના સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચશે. આ સમય દરમિયાન રાજકોટ ડિવિઝનમાં ૯૬ ટ્રેનનો સમય વહેલા કરાયો છે. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં ૫ મિનિટથી ૫૭ મિનિટ વહેલી પહોંચશે. તેવી જ રીતે ૮૭ ટ્રેનોનો સમય મોડો કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા ૫ મિનિટથી ૪૩ મિનિટ મોડી પહોંચશે. રાજકોટ ડિવિઝનના ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે. પશ્ચિમ રેલવે મુસાફરોને કરી રહી છે કે નવા ટાઈમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલ ઈન્કવાયરી ૧૩૯ અથવા વેબસાઈ ટwww.wr.indianrailways.gov.inની મુલાકાત લે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આજે હોટલ, બાંધકામ સાઇટ સહિત ૯૪ પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરાઇ હતી. જેમાં ૨૧ સ્થળે મચ્છર ઉત્પતિ બદલ નોટિસ તથા ૨૨ વ્યક્તિને મચ્છર ઉત્પતિ બદલે રૂા.૧૯,૮૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.