મહારાષ્ટ્રના યવતમહાલમાં રસ્તાની વચ્ચે અચાનક પાણીની લાઈન ફાટી ગઈ, થયો મોટો વિસ્ફોટ
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં શનિવારે રોડની વચ્ચોવચ પાણીની પાઈપલાઈન ફાટી ગઈ. પાઈપ લાઈન ફાટતા રોડ તૂટી ગયો અને પાણીનો ફુવારો થયો, જેના કારણે ત્યાંથી પસાર થતી એક મહિલા પાણીના ફુવારામાં ફસાઈ ગઈ. આ ઘટના યવતમાલ વિદર્ભ હાઉસિંગ સોસાયટીની પાસે બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જમીનની નીચેથી અચાનક પાણી ફુટ્યા બાદ રોડ તૂટી ગયો. વીડિયોમાં ગુલાબી કપડામાં પોતાની સ્કૂટી લઈને પસાર થઈ રહેલી એક મહિલાને પણ જોઈ છે, જે પાણીની લહેરમાં ફસાઈ ગઈ હતી.
આ ઘટનામાં તે પાણીન લહેરની ચપેટમાં આવી ગઈ અને ઘાયલ થઈ ગઈ હતી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી પૂજા વિશ્વાસે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, હું ફોન પર વાત કરી રહી હતી, ત્યારે મેં જોયું કે, જમીનમાં રહેલી પાઈપલાઈન ફાટવાથી તેના પ્રેશરથી રોડ તૂટી ગયો અને ફાટી ગઈ. વિસ્તારમાં પાણી ભરાઈ ગયું અને લોકો ડરવા લાગ્યા હતા. વીડિયોમાં રસ્તા પર રોડના મોટા મોટા રોડા આમ તેમ વિખેરાયેલા પડ્યા હતા, કારણ કે, એક મોટો ખાડો પાણીથી ભરાઈ ગયો હતો. મહિલાને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી.