સંખેડાના કછાટા ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયું

સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાં છેવાડે નર્મદાની કેનાલ આવેલી છે. આંબાપુરા તરફથી આવતી નર્મદાની આ માઇનોર કેનાલનો છેવાડાનો ભાગ કછાટા ગામની સીમમાં છે. સીમમાં આવતી નર્મદાની આ કેનાલમાં આખી સીઝનમાં પાણી આવ્યું નથી. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યારથી કેનાલ બની છે ત્યારથી આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઇનો લાભ મળતો નથી. આ વિસ્તાર બિનપિયત છે. કોરાટ વિસ્તાર હોઇ સિંચાઈ માટે પાણીની જરૂરીયાત છે. પણ છેવાડાનો વિસ્તાર છે.

સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું નથી. આ વર્ષે પણ ખેતીને સિંચાઈ માટે પાણી ચાલુ થયું ત્યારથી મળ્યું નથી. છેલ્લે જ્યારે પાણી આવ્યું ત્યારે એક જગ્યાએ ભંગાણ થતાં ખેતરમાં પાણી ઘૂસ્યું હતું. અમારી સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં જરૂર હોય ત્યારે પાણી નથી મળતું. બિનજરૂરી પાણી આવીને જ ઝમણ થાય છે. અને ગાબડું પડી ગયું છે.ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. અમારે જરૂર હોય ત્યારે પાણી આવતું નથી. કેનાલ રિપેર કરવા જેવી છે. એમાં પાણી ભરાઈ ગયું છે. એટલે ખેડૂતોને કપાસ છેલ્લો વીણવાનો સમય છે. એમાં મજુર ન આવે એવો ઘાટ છે.

ખેતરમાં પાણી છે. બધી રીતે નુકસાન છે. અમને અમારો વિસ્તાર કોરાટ છે. છેલ્લા ૧૦ વર્ષથી નર્મદા કેનાલનું પાણી આવે છે. પણ સમયસર મળતું નથી. ખરેખર નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી. છેલ્લે પાણી આવે છે. ત્યારે ખેડૂતોને પાણીની કોઇ જરૂર હોતી નથી અને પાણીનો એટલો બધો બગાડ થઇ રહ્યો છે કે પાણી ખેડૂતોને લાભ થવાને બદલે ખેડૂતોની જમીન બગડી રહી છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા કેનાલના આયોજકોની ખામી છે. અહીંયા નિરીક્ષણ કરવા માટે પણ આવતા નથી. પાણી ક્યાં જઇ રહ્યું છે? કોને જરૂરિયાત છે? કયા સમય જરૂર છે? એનું કોઈ જ આયોજન કરવામાં આવતું નથી. નર્મદા કેનાલના કોઈ અધિકારીઓ અહીંયા જોવા માટે આવતા નથી.