નર્મદા ડેમમાં ૧૨ કલાકમાં પાણીની આવક ૪૭૭૭૫ ક્યુસેક થઈ

હાલમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં પાણીની આવક ૪૭૭૭૫ ક્યુસેક છે. તો નર્મદા ડેમની સપાટી ૧૨૦.૬૦ મીટરે પહોંચી છે. નર્મદા ડેમની સપાટીમાં ૧૨ કલાકમાં ૧૭ સેમીનો વધારો થયો છે. હાલ ડેમમાં પાણીની જાવક માત્ર ૧૧૭૬૩ ક્યુસેક છે. સરદાર સરોવરમાં હાલ ૧૩૨૬.૭૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા જાેવા મળી રહી છે.