આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની હવામાન ખાતાની આગાહી
એપ્રિલની શરુઆત સાથે જ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરુ થઇ ગયો. શનિવારે ૩ એપ્રિલે સૂર્યદેવ સવારથી જ અકળાઇ ગયા. અમદાવાદ સહિત રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. જ્યારે ૭ જિલ્લામાં ૩૫ ડિગ્રીથી વધુ ગરમી પડવવા માંડતા લોકો સવારથી જ બેહાલ થઇ રહ્યા હતા.
ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે ભૂજ સહિત ૫ જિલ્લામાં પારો ૪૧ ડિગ્રી નોંધાયો. જ્યારે ભુજમાં શુક્રવારે તાપમાન ૪૨.૨ ડીગ્રી સુધી પહોચ્યું હતું. જે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના ૮ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો છે.
આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ બે દિવસ પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન ખાતાના ડેટા મુજબ શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે ભૂજમાં મહત્તમ તાપમાન ૪૧ અને લઘુત્તમ ૨૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા ( ૪૧-૧૭),રાજકોટ (૪૧-૨૪), સુરેન્દ્રનગર (૪૧-૨૨), ડિસા (૪૧-૨૦) ડિગ્રી પારો ચઢ્યો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ અને લઘુત્તમ ૨૦ ડિગ્રી નોંધાયું. ઉપરાંત અમરેલી (૪૦-૨૨) અને કંડલા (૪૦-૧૯) ગરમી નોંધાઇ હતી.
જ્યારે વડોદરામાં (૩૯-૨૪), વલ્લભ વિદ્યાનગર (૩૯-૨૩), ગાંધઈનગર (૩૮-૧૭), ભાવગનગર (૩૭-૨૨), કેસોદ (૩૬-૨૧) અને મહુવામાં મહત્તમ પારો ૩૫ અને લઘુત્તમ પારો ૨૧ ડિર્ગીએ પહોંચ્યો હતો.
ગુજરાતમાં માર્ચના અંતથી જ ગરમીનો પારો ચઢવા માંડ્યો છે. ઘણા શહેરોમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાવા લાગ્યું છે. તો કેટલાક જિલ્લામાં પારો ૪૧ ડિગ્રીને પાર પણ પહોંચી ગયો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીની વર્તારો જાેવા મળી શકે છે.
હીટવેવને કારણે કચ્છના શહેરી વિસ્તારો ઉપરાંત રણના ગામોમાં ભારે ઉકળાટ અને લૂનો અનુભવ થયો હતો. અનુમાન પ્રમાણે, ૨થી ૩ દિવસ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણતામાનનો પારો ૪૦થી ૪૧ ડીગ્રી રહેવાની સંભાવના છે.