વલસાડમાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન

વલસાડ જિલ્લામાં ૩૬,૮૯૦ હેક્ટર જમીનમાં દર વર્ષે ૨,૨૫,૦૫૨ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થતું હોય છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં પલટો આવવાથી કેરીના તૈયાર થતા પાકમાં ભારે નુકશાની પહોંચી હતી. જેને લઈને કેરીના પાક ઉપર નભતા ખેડૂતો ની હાલત કફોળી બની છે. વલસાડ જિલ્લામાં આવેલી આંબા વાડીઓમાં વલસાડી હાફૂસ, કેસર, રાજપુરી લંગડો સહિતની કેરીના પાક ખેડૂતો નભતા હોય છે. ડિસેમ્બર માસમાં આંબાવાડીમાં ફ્લાવરિંગ તૈયાર થતા હોય છે. ત્યારે ડિસેમ્બર માસમાં અને જાન્યુઆરી માસમાં હવામાનમાં પલટો આવવાથી આંબાવાડીઓમાં તૈયાર થતા કેરીના પાકોમાં નુકશાની પહોંચી હતી. જેને લઈને આંબાવાડીના પાક ઉપર નભતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો.

વલસાડ જિલ્લાના ધારાસભ્યો અને ખેડૂત અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને રજુઆત કરીને કેરીના પાકને નુક્શાનીના વળતરની માંગણી કરી હતી. જેને લઈને વલસાડ જીલ્લા કલેક્ટરે ખેતીવાડી વિભાગના અધીકારીઓને સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ખેતી વાડી અધિકારીએ સર્વેની કામગીરી હાથ ધરી રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં માત્ર ૨૦ % કેરીનો પાક હોવાનું જોવા મળ્યું છે.

વલસાડ જિલ્લામાં આવેલી ૩૬,૮૯૦ હેક્ટર જામીનમાં આંબાવાડી આવી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં પલટો આવવાથી કેરીના તૈયાર થતા પાકને નુકસાની પહોંચી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ ખેતીવાડી અને બાગાયત કચેરીના સ્ટાફે નુકસાનીનું સર્વે હાથ ધર્યું હતું. જેમાં ચાલુ વર્ષે ૩૬,૮૯૦ હેક્ટર જમીનમાં માત્ર ૪૫,૦૧૦ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. સર્વેનો રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.