જીસીસીઆઇ, જીપીસીબી અને જીડીએમએ દ્વારા પ્રદૂષણની અસર અને નવીન તકનીકો દ્વારા ઉકેલ પર માહિતીસભર સેમિનારનું આયોજન કરાયું
ગાંધીનગર: જીસીસીઆઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) અને ધ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (જીડીએમએ) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સીટીઇ અને સીસીએ એપ્લિકેશન માટે માર્ગદર્શિકા મેન્યુઅલનું વિમોચન, ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન પર ઈ સેવાઓનો પ્રારંભ અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં પ્રદૂષણની અસર અને નવીન તકનીકો દ્વારા ઉકેલ પર એક માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ગુરૂવાર, 16 ફેબ્રુઆરી 2023ના રોજ, જીસીસીઆઇ અને જીપીસીબી દ્વારા ધ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (જીડીએમએ)ના સહયોગથી સંયુક્ત રીતે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (સીટીડી) અને કોન્સોલિડેટેડ કન્સેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન (સીસીએ) એપ્લિકેશનના વિમોચન, ઇ-ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન પર ઇ-સેવાઓનું લૉનેચિંગ અને ત્યારબાદ “ટેક્ષટાઇલ ઉદ્યોગોમાં પ્રદૂષણની અસર અને નવીન તકનીકો દ્વારા ઉકેલો” પર ઇન્ટરેક્ટિવ સેમિનારના એક મેગા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવીનતાઓ સાથેનો માહિતીસભર આ કાર્યક્રમ સેશનમાં જોડાનારા તમામ માટે ખૂબ જ રસપ્રદ બની રહ્યો હતો.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના માનનીય મંત્રી મુળૂભાઈ બેરા મુખ્ય અતિથી તરીકે અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી. અરૂણકુમાર સોલંકી, આઇએએસ, અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર આ પ્રસંગે વિશેષ રીતે ઉપસ્થિત રહ્યાં હતા.
ક્લાઈમેટ અવેરનેસ અને ક્લાઈમેટ પ્રોટેક્શન તરફ આગળ વધવાનો સમયઃ પથિક પટવારી
મહેમાનોનું સ્વાગત કરતા જીસીસીઆઈના પ્રમુખ પથિક પટવારીએ ટિપ્પણી કરી હતી કે આપણે ક્લાઈમેટ અવેરનેસ અને ક્લાઈમેટ પ્રોટેક્શન તરફ આગળ વધીએ તેને સમય આવી ગયો છે અને આ એક પડકાર છે જેને સરકાર, ઉદ્યોગો, એનજીઓ અને લીગલ ફેટરનીટિ સહિત તમામ હિસ્સેદારોએ સામૂહિક રીતે સંબોધિત કરવું જોઈએ. ભાવિ પેઢીને શું સોંપીશું તેનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ વિષય હવે કોઈ વૈકલ્પિક નથી, પરંતુ તે ફરજિયાત છે.
સાબરમતીમાં ગંદકીના નિકાલ અંગે ટિપ્પણી કરતા તેમણે ટિપ્પણી કરી હતી કે તેના માટે માત્ર ઉદ્યોગો જ જવાબદાર નથી અને પર્યાવરણીય પડકારનો સામનો કરવા માટે એક સામાન્ય સમિતિની રચના કરવાની જરૂર છે, જેથી આ મુદ્દાઓને એક સામાન્ય મંચ દ્વારા ઉકેલી શકાય. તેમણે ઉલ્લેખ કર્યો કે COP26 અને COP27 દરમિયાન માનનીય વડા પ્રધાને તેમના વિઝનમાં ટિપ્પણી કરી છે કે અમે વર્ષ 2030 સુધીમાં કાર્બન નિર્ભરતામાં 50% ઘટાડો કરીશું અને વર્ષ 2070 સુધીમાં આપણે કાર્બન ન્યૂટ્રલ બનીશું. આ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે ગર્વિત રીતે નોંધ લીધી કે આપણી પાસે સરકાર છે, જે તમામ હિતધારકોની ચિંતાઓ સાંભળવા અને તેમના પર કાર્યવાહી કરવા તૈયાર છે.
જીસીસીઆઇના વાઇસ ચેરમેન યોગેશ પરીખે સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટાડવા ડીપ સી પ્રોજેક્ટની તાકીદ પર ભાર મૂક્યો
જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ પરીખે પોતાના સંબોધનમાં જીપીસીબી અને સીપીસીબી દ્વારા આપવામાં આવેલા વિવિધ ધોરણો અને માર્ગદર્શિકાઓનું સંપૂર્ણ પાલન કરીને ટકાઉ વિકાસ માટે ઉદ્યોગોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. અમદાવાદ પ્રદેશ માટે ડીપ સી પાઈપલાઈન નાખવાનો ઉલ્લેખ કરીને તેમણે ટીપ્પણી કરી હતી કે આ સંદર્ભે ડીપીઆર વર્ષ 2018થી તૈયાર છે અને ઉદ્યોગોએ આ હેતુ માટે ભંડોળ પણ જમા કરાવ્યું છે. તેમણે સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટાડવા ડીપ સી પ્રોજેક્ટની તાકીદ પર ભાર મૂક્યો હતો. તેમણે જીપીસીબી અને સરકારને ઓછામાં ઓછા એપ્રિલ 2024 સુધી જોખમી કચરાના ઉપયોગ માટે વચગાળાની નીતિ લંબાવવા વિનંતી કરી અને તેના માટે વિવિધ કારણો દર્શાવ્યા. તેમણે સીઇપીઆઇ (કોમ્પ્રિહેન્સિવ એન્વાયર્નમેન્ટલ પોલ્યુશન ઇન્ડેક્સ) ગણતરીઓ તરફ સલાહકારી અભિગમની જરૂરિયાત માટે અપીલ કરી હતી. ઉદ્યોગો વતી, તેમણે વિનંતી કરી હતી કે જીપીસીબીએ ટીડીએસ નોર્મ્સ માટે આગ્રહ ન રાખવો જોઈએ, કારણ કે તે ટેકનો-ઈકો ફેઝીબલ નથી. તેમણે પર્યાવરણ ઓડિટના હેતુ માટે જીપીસીબી દ્વારા પર્યાવરણ ઓડિટર્સની ઓટો એલોટમેન્ટની સિસ્ટમ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે માનનીય મંત્રીને વિનંતી કરી કે તેઓ જીસીસીઆઇ અને અન્ય હિસ્સેદારોને આવા તમામ પર્યાવરણીય અને ઝેરી કચરા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંયુક્ત બેઠક માટે આમંત્રિત કરે, જેથી કરીને તમામ હિસ્સેદારોની ચિંતાઓને દૂર કરી શકાય. તેમણે ઉપસ્થિતિ મંત્રીઓને સરકારની “પર્યાવરણ સમિતિ”માં જીસીસીઆઇના પ્રતિનિધિઓની નિમણૂક કરવા વિનંતી કરી હતી, જેથી આવા મંચમાં ઉદ્યોગોનો અવાજ રજૂ કરી શકાય. તેમણે નોટિફાઇડ એરિયામાં 100 કિલોમીટર વિસ્તારમાં સોલિડ વેસ્ટ સાઇટ પ્રદાન કરવા પણ વિનંતી કરી હતી.
પર્યાવરણનું રક્ષણ કરવાની આપણી સૌની સમાન નૈતિક ફરજ
આ પ્રસંગે જીપીસીબીના ચેરમેન આર.બી. બારડ, આઈએએસ અને અરૂણકુમાર સોલંકી, આઈએએસ, અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવાની આપણી સૌની સમાન નૈતિક ફરજ છે. ઉપરાંત, તમામ હિતધારકોએ ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંવાદિતા હાંસલ કરવા જવાબદારીપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.
પર્યાવરણને ટકાવી રાખવું એ ભાવિ પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારી
મુખ્ય અતિથિ અને માનનીય કેબિનેટ મંત્રી, વન અને પર્યાવરણ સંરક્ષણ, મૂળુભાઈ બેરા અને અતિથિ વિશેષ માનનીય રાજ્ય, વન અને પર્યાવરણ સંરક્ષણ મંત્રી મુકેશભાઈ પટેલે પર્યાવરણ સુખાકારી પ્રત્યે સરકારની અત્યંત પ્રતિબદ્ધતા વિશે ટિપ્પણી કરી. તેઓએ ટિપ્પણી કરી હતી કે પર્યાવરણને ટકાવી રાખવું એ ભાવિ પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારી છે અને તે જ સમયે ગુજરાત ઔદ્યોગિક માર્ગ પર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે તમામ હિસ્સેદારોએ નવીન ઉકેલો શોધવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી આ બે લક્ષ્યો વચ્ચે સંતુલન હાંસલ કરી શકાય.
આ પ્રસંગે માનનીય મંત્રીઓ દ્વારા “કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (સીટીઇ) અને એકીકૃત સંમતિ અને અધિકૃતતા (સીસીએ) માટે અરજી કરવા માટે માર્ગદર્શન આપતી અત્યંત ઉપયોગી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
તેઓએ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન પર ઈ-સેવાઓ પણ શરૂ કરી હતી, જેમાં ગંદકીનું વહન કરતા વાહનો માટે ઈ-મેનિફેસ્ટ સિસ્ટમ, ઓનલાઈન અંતિમ સંમતિ ઓર્ડર- ઓનલાઈન ડેટા અને વચગાળાની ચુકવણી માટે ઓનલાઈન મોડ્યુલનો ઉપયોગ કરીને પરવાનગીના ભૂલમુક્ત દસ્તાવેજ પહોંચાડવા માટેનાં નવાં સાધનનો સમાવેશ થશે.
જીસીસીઆઈના માનદ સચિવ અનિલ જૈન દ્વારા પ્રસ્તાવિત આભાર મત સાથે કાર્યક્રમનું સમાપન થયું.