ગાંધીનગરઃ જીપીસીબીમાં બદલીઓના આદેશ છૂટ્યા, 28 અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીથી લઇને પર્યાવરણ ઈજનેર સુધીના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ ડી.એમ. ઠાકર દ્વારા તારીખ 7 ઓગસ્ટ, 2025ના રોજ આ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફરજ બજાવતા અધિકારીઓની વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં જીપીસીબીના સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ, વૈજ્ઞાનિક અધિકારીઓ, પર્યાવરણ ઈજનેર અને નાયબ પર્યાવરણ ઈજનેરના હોદ્દા પર ફરજ બજાવતા 28 અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ભરૂચ, વાપી અને જામનગર આ ત્રણ જગ્યાએ પ્રાદેશિક અધિકારીઓની બદલી સિવાય તમામ પ્રાદેશિક કચેરીઓમાં પ્રાદેશિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

જીપીસીબી દ્વારા રાજ્યમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓની તત્કાલિક અસરથી બદલી અને તાત્કાલિક અસરથી અમલના હુકમો કરાતા ખળભળાટ મચી ગયો છે.

કોની બદલી ક્યાં થઈઃ

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news