સુરતવાસીઓ આનંદો…. આજથી સુરતથી ત્રણ દિશામાં ભરી શકાશે સીધી ઉડાન
સુરતઃ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર છે. આજથી સુરથી ત્રણ દિશામાં સીધી ઉડાન ભરી શકાશે. દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી એર એશિયા દ્વારા સીધી ફ્લાઇટ સેવાને આજથી શરૂ કરવામાં આવી છે.
દિલ્હી, કોલકાતા અને બેંગલોર સુધી સુરતથી સીધી ફ્લાઇટના શુભારંભ પ્રસંગે ગ્વાલિયરથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સુરતથી સાંસદ અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગરથી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાથે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માજી વર્ચ્યુઅલ જોડાયા હતા. તો સિવિલ એવેશનના જોઈન્ટ સેક્રેટરી શ્રી અસંગ્બા ચુબા તથા સેક્રેટરી શ્રી હરિત શુક્લાજી ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગલોર સુધીની સીધી ફ્લાઇટના પ્રારંભ સાથે જેમ્સ, જ્વેલરી, હીરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ, પ્રવાસન, શિક્ષણ ક્ષેત્રને વધુ વેગ મળશે.