૨૬ ઓક્ટોમ્બર થી ૪ નવેમ્બર, ગાંધીનગરના ભાટમાં યોજાશે અંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ..

સૌ કોઈ જાણેજ છે કે વેદલક્ષણા ગૌમાતા ભગવાન ની પણ ભગવાન , દેવત્વ અને ઋષિત્વની પોષક , સમગ્ર પ્રકૃતિની ધુરી છે, ભારત ભૂમિનો પ્રાણ , વિશ્વની માતા તેમજ સતો ગુણની ટંકશાળ છે. મનુષ્ય સહિત તમામ જીવજગતને સાત્વિક આહાર, આરોગ્ય, જીવનઊર્જા તેમજ શાંતિપૂર્ણ જીવનની પ્રાપ્તિ  પૂજનીય ગૌ માતા દ્વારા થાય છે. ગૌમાતા સમગ્ર પ્રાણીજગતને વિવિધ પ્રકારનાં અસાધ્ય જીવાણુઓ- રોગાણુઓથી અને વિનાશકારી વાયરસ થી સુરક્ષિત રાખે છે. સંપૂર્ણ સૃષ્ટિમાં હવા, પાણી અને અન્નને શુદ્ધ, સાત્વિક જીવનીશક્તિ થી સંપન્ન કરવાનું સામર્થ્ય ભારતીય ગૌમાતાના વાત્સલ્ય થી પ્રાપ્તપંચગવવ્યામૃત દ્વારા જ શક્ય છે.

વર્તમાન સમયમાં માનવીય અપરાધો થી સમગ્ર પ્રકૃતિમા ફેલાયેલા વિષના દુષ્પ્રભાવથી ઉદભવેલા દુઃખોનો અંત લાવવા અને ભવિષ્યમાં પૃથ્વી પર સ્વસ્થ, સમૃદ્ધ, સ્વાવલંબી, સલામત જીવનની પ્રાપ્તિ હેતુ ભારત સહિત પૃથ્વીવાસીઓ માટે એક માત્ર આધાર વેદલક્ષણા ગૌમાતા છે. એટલે જ સંપૂર્ણ ભારતવાસીઓને ગૌમાતાની સત્તા, મહત્તા, આવશ્યકતા તેમજ ગૌમાતાથી પ્રાપ્ત પંચગવ્યની વિશેષતાઓને સમજવા, સ્વીકારવા, આત્મસાત કરવા અને જીવનમાં ઉપયોગમાં લેવા માટે પરમ શ્રદ્ધેય ગૌઋષિ  સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજની પ્રેરણાથી લોક પ્રસિદ્ધ ગૌસેવા સંસ્થાન શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા અંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ નું અભૂતપૂર્વ આયોજન થવા જઈ રહ્યું છે.

આ મહોત્સવ માં વિશ્વનાં સૌ પ્રથમ સુરભી શક્તિપીઠ નું નિર્માણ સાબરમતી નદીના કિનારે થવા જઈ રહ્યું છે.

૨૦૧૧ માં શ્રી મનોરમા ગોલોકતીર્થ , નંદગાંવ માં ૧૨ વર્ષના સંકલ્પ સાથે પ્રારંભ થયેલ  ગૌનવરાત્રીના ઉદ્યાપન સ્વરૂપે  અંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

૧,૫૧,૦૦૦ થી પણ વધારે ગૌવંશની સેવા વર્તમાનમાં ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા કરવામાં આવી રહી છે, તેમજ ભગવાન શ્રીકૃષ્ણના અવતરણને ૫૨૫૨ (પાંચ હજાર બસો બાવન) વર્ષ થયા નિમિત્તે ૫૨૫૨ (પાંચ હજાર બસો બાવન) તુલસી શાલીગ્રામ વિવાહ નું પણ તારીખ ૪ નવેમ્બરના રોજ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેમજ મહોત્સવ ના પવિત્ર સ્થળ પર ૧૦૦૮ થી વધુ ગૌવંશની સેવા પણ કરવામાં આવશે.

આ ભવ્ય મહોત્સવ અંતર્ગત સુરભી ગોરજ દર્શન, સુરભી પૂજન-અર્ચન, સુરભી મહાયજ્ઞ, વૈદિક ગૌ વિજ્ઞાન પરિસંવાદો, પંચગવ્ય ઉત્પાદન પ્રદર્શન, ગોમહિમા સત્સંગ, વેદલક્ષણા ગોભક્તિ સંગીત સંધ્યા અને શ્રી રાધા દામોદર તુલસી મંગલ વિવાહ વગેરે કાર્યક્રમો જીવનભર સૌના જીવન માટે ઉપયોગી થશે. આ અભૂતપૂર્વ અંતરરાષ્ટ્રિય ગૌ ભક્તિ મહોત્સવ માં, આપ સૌ મહાનુભાવો પરિવાર અને મિત્રો સાથે પધારો અને પૂજ્ય ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરો એવી પરોપકારી સદભાવના સાથે હાર્દીક નિમંત્રણ