અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો આગ પર કાબૂ
અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. આગનો કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.