કૃષિ ઉત્પાદનને ફટકો પડવાની ભીતિ, દેશનાં ૩૧ ટકા ભાગોમાં ઓછા વરસાદની હાલતઃ હવે બે સપ્તાહ નિર્ણાયક બની રહેશે

 નવીદિલ્હી: ભારતના મોટાભાગનાં ક્ષેત્રોમાં જુન-જુલાઈમાં નોંધપાત્ર કે સારો વરસાદ વરસ્યા બાદ એકાન મહિનાથી વરીસાદી બ્રેક છે અને તેના કારણે દેશના ૩૧ ટકા ભાગો ‘શુષ્ક’ની શ્રેણીમાં આવી ગયા છે. કૃષિ ઉપજ-ઉત્પાદન તથા જમીનના ભેજને તેની વ્યાપક અસર થવાની આશંકા છે.ભારતીય હવામાન વિભાગનાં ૨૭ જુલાઈથી ૨૩ ઓગસ્ટનાં સ્ટાંડર્ડાઈઝ ત્રિસીએટેંશન ઈન્ડેકસમાં આ ખુલાસો થયો છે.

હવામાન વિભાગે દુષ્કાળ શબ્દ પડતો મૂકી દીધો છે અને નબળા ચોમાસા માટે ઓછા વરસાદનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. દેશમાં છેલ્લા એક માસથી ચોમાસું નબળુ જ ગણવામાં આવ્યુ છે. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે ૩૧ ટકા ભાગોમાં વરસાદની ખાધ છે અને તે પૈકી ૯ ટકા ભાગોમાં ઘણો ઓછો વરસાદ છે. ૪ ટકા ત્યંત શુષ્ક વાતાવરણનો સામનો કરી રહ્યા છે. આવા ભાગોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમી દરીયાકાંઠા તથા પૂર્વ ભારતના ક્ષેત્રો આવી જાય છે.

આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતનાં ૪૭ ટકા ભાગોમાં ઘણા અંશે શુષ્ક વાતાવરણ રહ્યું છે. આ પ્રકારનાં માહોલથી જમીનનાં ભેજને અસર થાય છે. ખેતીપાકનાં વિકાસ તથા ઉત્પાદન પ્રભાવીત થાય છે. હવામાન વિભાગના વિજ્ઞાની રજીબ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે એકાદ મહિનાથી વરસાદી બ્રેકને કારણે કેટલાંક ક્ષેત્રોમાં હાલત ખરાબ બની રહી છે પાણી મોરચે દબાણ સર્જાઈ શકે છે. હવેના બે સપ્તાહ અત્યંત મહત્વના-નિર્ણાયક બની શકે છે. બે સપ્તાહમાં વર્તમાન માહોલમાં કોઈ બદલાવ ન થવાના સંજાગોમાં પાણીની ડીમાંડ વધશે.

૧ જુનથી ૨૩ ઓગસ્ટ સુધીના ઈન્ડેકસ રીપોર્ટને ધ્યાને લેવામાં આવે તો પણ કેટલાંક રાજયોનાં અનેક ભાગો લાલ નિશાનીમાં જ છે. અર્થાત વરસાદી ખાદ્ય ધરાવે છે. તેઓએ કહ્યું કે દેશમાં વર્તમાન વરસાદી બ્રેકમાં ૨૦૦૨નું પુનરાવર્તન થઈ રહ્યાનું માલુમ પડી રહ્યું છે. ૨૦૦૩નાં જુલાઈમાં મેઘરાજાએ સળંગ ૨૬ દિવસે બ્રેક લીધો હતો અને વરસાદ વરસ્યો હતો.ચોમાસાની વર્તમાન હાલતથી કૃષિક્ષેત્રમાં નેગેટીવ અસર થવાની ભીતિ છે. વરસાદ અને સીંચાઈનાં પર્યાપ્ત પાણી વિના કૃષિ ઉત્પાદનને ફટકો પડે અને ખેડુતોને આર્થિક નુકશાન થઈ શકે છે. તાપમાન પણ નોર્મલથી ઉંચે જઈ રહ્યું હોવાના કારણે તળાવો તથા ભુગર્ભ જળ સપાટીને પણ અસરકારક છે.

તેઓએ કહ્યું કે હવે સપ્ટેમ્બરમાં વરસાદી ખાદ્ય સરભર થઈ શકે છે કે કેમ તે જાવાનુ રહે છે. ભારતીય ચોમાસા તથા અલ-નીનો વચ્ચેનું કનેકશન જાણીતું છે. અલનીનોની વધતી તાકાત સાથે ઉદભવી રહ્યું હોવાથી ઓગસ્ટનાં વરસાદી બ્રેકમાં તે કારણરૂપ હોવાનું મનાય જ રહ્યું છે. આ સંજાગોમાં પાણી મોરચે સંકટની સ્થિતિ સર્જાવાનાં સંજાગોમાં આગોતરા આયોજનોની તૈયારી કરવી પડશે. ભારતનાં જ નહિં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતાં સ્થળ-શહેર તરીકેની ઓળખ ચેરાપુંજીની છે. મેઘાલયનાં ચેરાપુંજી તથા મૌસીનરામમાં સૌથી વધુ વરસાદ થતો રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષનાં ઓગસ્ટ મહિનાને લાગેવળગે છે ત્યાં સુધી આ સ્થાન ઉતરાખંડનાં ઋષિકેશે મેળવી લીધુ છે. યોગ અને મેડીટેશનનાં પાટનગર ગણાતા ઋષિકેશમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં સળંગ વરસાદ થયો છે અને સૌથી વધુ પાણી વરસ્યુ છે.

હિમાચલ પ્રદેશમાં આ વખતે કુદરતે કહેર વરસાવ્યો છે. એક પછી એક આફત ઉભી થઈ રહી છે. કુલ્લુ,મનાલી, સીમલા, મંડી તથા સોલાનમાં સતત ભયાનક વરસાદ વરસી રહ્યો હોવાથી તબાહી છે. આફતનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહયો છે. આવો એક ચોંકાવનારો વીડીયો હાઈવેનો વાયરલ થયો છે. જે કાચા રસ્તાની જેમ ઘસી પડયો હતો. વીડીયો પોસ્ટ કરનાર યુઝરે એવો દાવો કર્યો છે કે મંડી-કુલ્લુ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કૈંચી નજીકનો આ હાઈવે બે સપ્તાહથી બંધ કરાયો હતો અને તે દરમ્યાન આ હાલત થઈ હતી.