તૌકતે વાવાઝોડાના ૧૧ દિવસ બાદ પણ અમરેલી સહિતના જિલ્લાઓમાં વીજળી ગુલ

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની વિદાયને ૧૧ દિવસ પછી પણ સૌથી પ્રભાવિત જિલ્લા અમરેલી – ગીર-સોમનાથ અને ભાવનગર માં આજે વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત થઇ શક્યો નથી. રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડાના કારણે સૌથી વધુ નુક્સાન ઉર્જા વિભાગને થયું છે. જે સૌથી વધારે ૧૫૭૧ કરોડ કરતાં વધુ હોવાની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે ૨૭-મેની સ્થિતિએ રાજ્યના ૩૮૦ ગામમાં હજી અંધારપટની સ્થિતિ પ્રવર્તે છે.

ગુજરાતમાં તાઉ તેવાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જાેવા મળી છે. જેમાં અમરેલી , ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. તાઉ તે વાવાઝોડાના કારણે થયેલાંનુક્સાનમાં સૌથી વધુ નુક્સાન ઉર્જા વિભાગને ૧૫૭૨ કરોડ થયું હોવાની સત્તાવાર માહિતી મંતવ્યન્યૂઝને પ્રાપ્ત થઇ છે. એટલું જ નહીં આજે વાવાઝોડાની વિદાયને ૧૧ દિવસ પછી પણ રાજ્યના ૩૮૦ ગામમાં અંધારપટની સ્થિતિ છે. જેમાં સૌથી વધુ રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

ઉર્જાવિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ તાઉ તે વાવાઝોડાના પગલે ૨૨૦ કેવીલાઇનના ૨૭૭ ટાવર , ૬૬ કેવી લાઇનના ૭૪ ટાવર , ૩૦૮ ડબલ પોલ સ્ટ્રક્ચર અને ૧૩૨ કે.વી.લિનના ૨ ટાવર ક્ષતિગ્રસ્ત થયા છે. રાજ્યમાં કુલ ૧ લાખ ૨૨૦૮૧ વીજથાંભલા  , ૪૬ હજાર ૧૮૨ ટ્રાન્સફોર્મર , ૧૬ હજાર ૦૨૫ કિલોમીટર લંબાઇની ભારે દબાણની અને ૭ હજાર ૨૮૦ કિલોમીચર લંબાઇની હળવા દબાણની લાઇનને નુક્સાન થયું છે.