ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કચ્છમાં કાતિલ ઠંડી, નલિયામાં પારો ગગડ્યો

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના કોલ્ડસિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે, જ્યારે ભુજ (હ્વરેદ્ઘ)માં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. કચ્છના નલિયામાં ૬.૭ ડીગ્રી, કંડલા પોર્ટ ૮.૭ ડીગ્રી અને ભુજમાં ૧૦.૨ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

નલિયા અને કંડલા પોર્ટ પર ઠંડીનો પારો સિંગલ ડિઝીટ પર પહોંચી ગયો છે. કચ્છમાં લોકો હાડ થીજવતી ઠડીનો અનુભવ કરી રહ્યા છે. કાતિલ ઠંડીની અસર જન-જીવન પર પડી છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. ભુજમાં વૉક વે અને ગાર્ડન્સમાં વહેલી સવારે વોકિંગ અને કસરત કરતા લોકોની સંખ્યામાં પણ ઠંડીના કારણે ઘટાડો જાેવા મળી રહ્યો છે.

કાતિલ ઠડીના કારણે ભુજના વોક વે પર કસરત અને વોકિંગ કરવા આવતા લોકોની સંખ્યા ઘટી છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. શિયાળાની સાથે જ કચ્છમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પર્વતીય વિસ્તારમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે કચ્છમાં કાતિલ ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે.